તાપી : વાલોડનાં ગોલવાડ ફળિયાનાં કોરોના પોઝિટિવ વૃધ્ધનું મોત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું છે. જેની સાથે જિલ્લામાં કુલ 26 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃૃત્યુ પામ્યા છે. જેમા વ્યારા તાલુકામાં 15 મોત, સોનગઢ તાલુકામાં 6 મોત, વાલોડ તાલુકામાં 3 મોત, ઉચ્છલ અને નિઝર તાલુકામાં 1-1 મોત થયા છે.
વ્યારાની કોવિદ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દર્દી ઉંમર-૬૮ વર્ષ; પુરુષ રહેવાસી – ગોલવાડ ફળિયું, વાલોડ, જીલ્લા – તાપી, તા-૦૯-૦૯-૨૦૨૦ ના રોજ દાખલ કરેલ. જેમને SARI ના ચિહ્નો હતા સાથે કોવિદ-૧૯ નો રીપોર્ટ પણ પોઝિટિવ હતો. જે તા-૧૦-૦૯-૨૦૨૦ ના રોજ અવસાન પામેલ છે. અવસાન નું મુખ્ય કારણ કાર્ડયો-રેસ્પાઈરેટોરી અરેસ્ટ ડ્યુટુ સેપ્ટીસેમીયા – અક્યૂટ રેસ્પાઈરેટોરી ડીસટ્રેસ સિન્ડ્રોમ સાથે બાયલેટરલ ન્યુમોનિયા – એક્યુટ કીડની ઇન્જરી સાથે મેટાબોલિક એસીડોસીસ સાથે CABG – ઇસ્કેમિક હાર્ટ ડીસીઝ – હાયપરટેન્શન સાથે કોવીદ-૧૯ ડીસીઝ હોઈ શકે છે.