ઉચ્છલનાં સાકરદા બ્રિજ નીચેથી 46 હજારથી વધુનો વિદેશી દારુ સાથે એક ઝડપાયો : એક વોન્ટેડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઉચ્છલ પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબીશનના ગુનાની વિગત જોઈએ તો, ગતરોજ સાંજે 6 વાગ્યાનાં સુમારે ઉચ્છલનાં સાકરદા બ્રિજ નીચે પોલીસ ચેક પોસ્ટ પાસે જાહેર રોડ ઉપરથી હેમંતભાઈ ભાસ્કરભાઈ સુર્યવંશ રહે. – ઉધના હરીનગર -૨ સુરત મુળ રહે – નગાવબારી ધુલીયા , તા.જિ. ધુલીયા એ વગર પાસ પરમીટે પોતાના કબ્જાની ગ્રે કલરની ઈકો ગાડી નંબર GJ – 05-JB -6197માં અલગ અલગ બ્રાન્ડની (૧) ટીચર્સ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી ૧ લીટર કિ.રૂ. ૩૪૦૦ / – ( ૨ ) એબ સ્કુટ વોડકા ૭૫૦ મીલીની કિ.રૂ.૩૦૦૦ / – તથા ( ૩ ) એબ સ્કુટ ૭૫૦ મીલીની કિ.રૂ .૩૦૦૦ / – તથા ( ૪ ) જોની વોકર રેડ લેબલ બ્લેન્ડડેડ સ્કોચ રિકી ૭૫૦ મીલીની નંગ -૧૧ કિ.રૂ. ૩૧,૯૦૦ / – તથા ( ૫ ) રોયલ સ્ટેગ બેરલ સીલેકટર વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની નંગ -૦૬ કિ.રૂ .૫૧૦૦ / – મળી કુલ નંગ -૨૦ (૧૫.૨૫ લીટર) કુલ કિ.રૂ. ૪૬,૪૦૦/- નો વિદેશી દારુ સહિત મુદ્દામાલ સાથે વાહન ચેકિંગ દરમ્યાન પકડાઇ ગયેલ. આ મુદ્દામાલ એસ.એમ. અગ્રવાલ વાઈન શોપના મેનેજર નંદુ કે જેના પુરા નામ ઠામની ખબર નથી તેની પાસેથી લઈ આવતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે. ગુનાની વધુ તપાસ ઉચ્છલ પી.એસ.આઇ. એન. ઝેડ. ભોયા કરી રહ્યા છે.