નાની નરોલી GIPCL કંપની રચિત દીપ ટ્રસ્ટ દ્વારા કંપની કાર્યક્ષેત્રના 17 ગામોમાં સ્વ-સહાય જૂથની બહેનોને સૂર્ય કુકર વિતરણ થયું
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત GIPCL કંપની રચિત દીપટ્રસ્ટ દ્વારા કંપની કાર્યક્ષેત્ર વિસ્તારના 17 ગામોમાં સ્વ સહાય મહિલા જુથની બહેનો ને સૂર્યકૂકરનું વિતરણ દીપ ટ્રસ્ટના મેનેજર એન.પી. વઘાસીયા અને તેમની સહકર્મચારીઓની ટીમના હસ્તે ઘર ઘર જઈને કરવામાં આવ્યું હતું
જી.આઇ.પી.સી.એલ. કંપની રચિત દીપ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૨૩ વર્ષથી કાર્યક્ષેત્રનાં ગામોમાં વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેવી કે શિક્ષણ, આરોગ્ય, રોડ-રસ્તા, પંચાયત ઘર, દૂધ ઘર તેમજ મહિલા સશકિતકરણનાં ભાગરૂપે સ્વ-સહાય જુથો દ્વારા વિવિધ કામો કરવામાં આવે છે. દીપ ટ્રસ્ટ દ્રારા કંપનીના કાર્ય વિસ્તારમાં સતત નવી-નવી કામગીરી કરવામાં આવી રહેલ છે, જેમાં તેમના કાર્ય વિસ્તારનાં ગામોમાં ૧૬૯ જેટલા સ્વ-સહાય જૂથો બનાવવામાં આવેલ છે. તેમાં ૧૭૪૭ બહેનો દ્વારા રૂા.૧.૫૬ કરોડની બચત કરવામાં આવેલ છે. આ ઉપરાત સ્વ-સહાય જૂથો દ્રારા અંદાજીત રૂા.૫.૩૩ કરોડનું આંતરિક ધિરાણ લઇ બહેનો દ્રારા અલગ-અલગ કામો કરવામાં આવેલ છે. તદ્ઉપરાંત બહેનોનાં આરોગ્યની જાળવણી કરી શકાય તે હેતુથી સ્વ-સહાય જૂથો માટે ભૂતકાળમાં ગેસ વિતરણ અને સૂર્ય કુકર આપવામાં આવેલ, જે સ્વ-સહાય જૂથોની બહેનો માટે ખૂબજ ઉપયોગી સાબિત થતા આ કોરોનાની મહામારીમાં પણ બહેનોનાં હીતને ધ્યાનમાં લઇ ને દીપ ટ્રસ્ટનાં કાર્ય વિસ્તારનાં ૧૭ ગામોમાં ૧૨૪ નંગ સૂર્યકૂકર માટે રૂા.૨,૯૫,૦૦૦/-નો ખર્ચ કરી દીપ ટ્રસ્ટનાં સી.ઇ.ઓ શ્રી એન.આર.પરમારના માર્ગદર્શન હેઠળ મેનેજરશ્રી એન.પી.વઘાસિયા અને એમની ટીમ દ્રારા બહેનોને ઘરે-ઘરે જઇને સૂર્ય કૂકર વિતરણ કરવામાં આવેલ છે.