યુવાનો માટે ભારતીય વાયુસેનામાં જોડાવા માટે સોનેરી તક

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

ભારતીય વાયુસેના ભરતી રેલી, વડોદરા-૨૦૨૦ (ફકત અપરિણીત પુરૂષ ઉમેદવારો માટે)

સ્થળ :- કેન્દ્રીય વિદ્યાલય એર ફોર્સ, મકરપુરા, વડોદરા
ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ અને કેન્દ્ર શાસિત વિસ્તારો દમણ, દાદરા અને નગર હવેલીના અપરિણીત પુરુષ (UN-MARRIED) ઉમેદવારો આ ભરતીમા ભાગ લઈ શકશે.

એરમેન ભરતીની તારીખ :૨૩/૦૯/૨૦૨૦ થી તા.૦૪/૧૦/૨૦૨૦
ઓનલાઈન અરજી કરવાની તારીખ:- ૦૮/૦૯/૨૦૨૦ (૧૧:૦૦ કલાકે) થી તા.૧૦/૦૯/૨૦૨૦ (૧૭:૦૦ કલાકે)

(માહિતી બ્યુરો, વ્યારા) : તા.૦૭ઃ ગ્રુપ “ Y ” કેટેગરી ટ્રેડ (ઓટો ટેક, IAF(P), IAF(S) & MUSICIAN ટ્રેડ જગ્યાઓ માટે ધો. ૧૨(૧૦+૨) સમકક્ષ પરીક્ષા કોઈ પણ પ્રવાહમાં ૫૦% સાથે પાસ અને અંગ્રેજીમાં ૫૦ માર્ક સાથે પાસ હોવા જરૂરી છે. ૪૯.૯૯% એ ૪૯% ગણવાપાત્ર રહેશે ૫૦% નહી. આ લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે. જ્યારે ગૃપ “Y” ટ્રેડ (નોન ટેકનિકલ) મેડીકલ આસીસ્ટન્ટ ટ્રેડ માટે શૈક્ષણિક લાયકાત ધો. ૧૨ (૧૦+૨) સમકક્ષ પરીક્ષા વિજ્ઞાન પ્રવાહમાં ૫૦% સાથે પાસ અને ફીજીક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, અને અંગ્રેજીમાં ૫૦ માર્ક સાથે પાસ હોવા જરૂરી છે. આ બંને કેટેગરી માટે વય મર્યાદા તા.૧૭/૦૧/૨૦૦૦ અને ૩૦/૧૨/૨૦૦૩ ની વચ્ચે જન્મેલ બન્ને દિવસો રહેશે.
એરમેન ભરતી રેલી કાર્યક્રમ તા. ૨૩/૦૯/૨૦૨૦ થી ૨૬/૦૯/૨૦૨૦ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ (PFT) અને લેખિત પરીક્ષા એડેપ્ટેબીલીટી ટેસ્ટ-૧ & ૨ રહેશે. તા. ૨૮/૦૯/૨૦૨૦ થી ૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ (PFT) અને લેખિત પરીક્ષા એડેપ્ટેબીલીટી ટેસ્ટ-૧ & ૨ રહેશે. જ્યારે તા. ૦૩/૧૦/૨૦૨૦ થી ૦૪/૧૦/૨૦૨૦ ના રોજ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ (PFT) અને લેખિત પરીક્ષા એડેપ્ટેબીલીટી ટેસ્ટ-૧ & ૨ આપવાની રહેશે. ઉમેદવારોને ઓનલાઈન પ્રોવિઝનલ એડમિટ કાર્ડ ઈશ્યુ કરવામાં આવશે. જેમાં તારીખ અને સમય પ્રમાણે ઉપરોક્ત રેલી અને સ્થળ પર હાજર રહેવાનુ રહેશે. વધુ વિગતો માટે ઇન્ડિયન એરફોર્સની વેબસાઈટ www.airmenselection.cdac.in જોવા વિનંતી અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી-જિલ્લા સેવાસદન, પાનવાડી, તાપી (વ્યારા)નો સંપર્ક કરવા ઈ.ચા. રોજગાર અધિકારી, વ્યારા-જિ. તાપીની અખબાર યાદીમાં જણાવાયું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *