GIPCL રચિત દીપટ્રસ્ટ દ્વારા સ્વ-સહાય જૂથની બહેનોને ફળાઉ રોપાનું વિતરણ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ગત વર્ષમાં દીપ ટ્રસ્ટ દ્વારા સ્વ-સહાય જૂથની બહેનો માટે એક રસોડાથી રોગ મુકિત આરોગ્ય શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં બહેનોને પોતાનું આરોગ્ય તંદુરસ્ત રહે તે માટે પોષણયુકત ખોરાક સાથે ગરમ પાણી અને લીંબુ તેમજ આમળા અને સરગવાની સીંગ અને સરગવાના પાનનો પાઉડર ખોરાકમાં ઉપયોગ કરવાથી તેમનુ આરોગ્ય તંદુરસ્ત રહે તેવુ સુચન ડો. જીજ્ઞનેશભાઇ સેલત દ્વારા કરવામાં આવ્યું હતું. આ સુચનને ધ્યાનમાં લઇને દીપ ટ્રસ્ટ દ્વારા ચાલુ વર્ષમાં સ્વ-સહાય જૂથની બહેનોને ફળાઉ રોપા જેવા કે આમળા, લીંબુ અને સરગવા જેવા પોષણયુકત ફળો ઘેરબેઠાં મળી રહે તેવા હેતુથી પોષણ સુધારણા પ્રોજેકટ અંતર્ગત દીપ ટ્રસ્ટ દ્વારા ૨,૨૭,૦૦૦ રૂપિયાનો ખર્ચ કરી સ્વ-સહાય જૂથની બહેનોને ગામડે ગામડે જઇને ઘરબેઠાં રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ રોપા બહેનો પોતાના વાડા અને ખેતરમાં વાવેતર કરી ઘરે બેઠાં આ પોષણયુકત ફળોથી તેમના આરોગ્ય અને તંદુરસ્તીની જાળવણી થઇ શકે એવા શુભ આશયથી દીપ ટ્રસ્ટના CEO એન.આર. પરમારના માર્ગદર્શન હેઠળ મેનેજર એન.પી. વઘાસિયા અને તેમની ટીમ દ્વારા આ ફળાઉ રોપાનું વિતરણ સ્વ-સહાય જૂથની બહેનોને કરવામાં આવ્યું છે.