કીમચોકડી ખાતે હાઇવે પર પડેલાં ખાડામા વૃક્ષ રોપીને કરાયો વિરોધ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં કીમચારરસ્તા ખાતેથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ  ૪૮ પસાર થાય છે. હાઇવે પર મસમોટા ખાડાઓને લીધે અકસ્માતો થઈ રહ્યા છે. સતત પડેલા વરસાદે માર્ગ કેટલો ટકાવ છે. એની પોલ ખુલ્લી પાડી દીધી છે. ત્યારે માંગરોળ તાલુકાની આમ આદમી પાર્ટી દ્વારા આ પ્રશ્ને અનોખો વિરોધ નોંધાવવા એક કાર્યક્રમ કીમ ચારરસ્તા બ્રિજ નીચે યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત માર્ગનાં ખાડામાં વૃક્ષો વાવી ખાડા નહિ પુરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. વિરોધ નોંધાવ્યો છે. આ કાર્યક્રમમા બટુકભાઈ વાડદોરીયા, સુરત જિલ્લા પ્રમુખ, ભરતભાઈ પરમાર,જિલ્લા સંગઠન મંત્રી, યુનુસભાઇ ભોલત, ઓલપાડ, પી સી પટેલ, ગીરીશ મીશ્રા, નાસીરભાઈ, મહેન્દ્ભભાઈ ગોડિયા, નીલેશભાઈ છોડવડીયા, અશરફભાઈ વ્હોરા વગેરે હાજર રહ્યા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *