ડાંગ : અંબીકા, અને ખાપરી નદીમાં ઘોડાપુર આવતા કોઝવે નદીના વહેણમા ગરકાવ થઈ જતા અનેક ગામોનો જિલ્લા મથકેથી સંપર્ક કપાયો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગિરિમથક સાપુતારા સહિત તળેટીના છુટાછવાયા વિસ્તારોમાં બપોરબાદ અચાનક વાતાવરણમાં આવેલ પલટો બાદ ધોધમાર વરસાદ તૂટી પડતા અંબીકા, અને ખાપરી નદીમાં ઘોડાપુર આવતા અનેક ડૂબાઉ કોઝવે નદીના વહેણમા ગરકાવ થઈ જતા જિલ્લા મથકેથી સંપર્ક વિહોણા બની જવા પામ્યા હતા.
મળતી માહિતી મુજબ શુક્રવારે સાપુતારા સહિત તળેટીના સામગહન,દબાસ, ટાકલીપાડા, બોરખલ, ગાયખાસ વિસ્તારમાં બપોરે 3 વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ તૂટી પડતા ખાપરી નદીના કેચમેન્ટ વિસ્તારમાં આવેલ ગાયખાસ થી ચવડવેલ, ઇસદર તથા દેવીનામાળ થી સુંદા, કુતરનાચ્યા માર્ગ ઉપર ધસમસતા પુરના પાણી ફરી વળતા લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો. શુક્રવારે બપોરે ભારે ગાજવીજ સાથે છુટાછવાયા વિસ્તારોમાં પડેલા વરસાદ થી સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી.
શુક્રવારે બપોરે 3 થી 6 દરમિયાન સાપુતારા ખાતે 40 mm આહવા ખાતે 6 mm વઘઇ 3mm જ્યારે સુબિર ખાતે 2 mm વરસાદ પડયો હતો. આ લખાય છે ત્યારે જિલ્લામાં કોઈ જાનહાની કે નુકસાની ના અહેવાલ સાંપડી શક્યાં નથી.