વઘઇ તાલુકાના દગડીઆંબા ગામને જોડતો માર્ગ બિસ્માર : મરામતની કામગીરીમાં વેઠ ઉતારાતા લોકોને ભારે હાલાકી વેઠવાની નોબત

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના દગડીઆંબા ગામને જોડતો માર્ગ બિસ્માર બનતા આર એન્ડ બી પંચાયત દ્વારા મરામતની કામગીરીમાં વેઠ ઉતરતા આ વિસ્તારના લોકોને ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થવા પામી છે.
મળતી માહિતી મુજબ તાલુકા મથક વઘઇ થી દગડીઆંબા ગામ ને જોડતા માર્ગ અત્યંત બિસ્માર બની જતા વાહન ચાલકોને અવરજવર કરવા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ અને મકાન વઘઇ પંચાયતના નાયબ કાર્યપાલક ઇજનેરની બેદરકારી ને પગલે મરામતની કામગીરી માં નકરી વેઠ ઉતારવામાં આવી હોય માર્ગ ઉપર કપચી ઉખડી જતા વાહન પંચર થવા સાથે ખોટકવાના બનાવો બન્યા છે જેના કારણે આ વિસ્તારના લોકોને વાહનોમાં ઇંધણ નો વ્યવ સાથે મરામત માટે નાણા નો બગાડ કરવો પડી રહ્યો છે. તો વળી બીમારી સમયે દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા દગડીઆંબા ગામનો બિસ્માર માર્ગ દુરસ્ત કરી લોકઉપયોગી બનાવે તે જરૂરી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other