માંગરોળ DGVCL કચેરીનો સપાટો : રેડ દરમિયાન ૩ વીજ ચોરી કરતાં ઝડપાયા

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરતની માંગરોળ DGVCL કચેરીનાં અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે, વકીલપરા ગામે રેડ કરી હતી. જેમાં ૧૫ જેટલાં વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા.જેમાંથી ૩ શખ્સો વીજ ચોરી કરતા હોવાનું ઝડપાઇ જવા પામ્યું હતું.આ ૩ શખ્સોને નિયમ મુજબનાં દંડ સહિતનાં પુરવણી બીલો પકડવામાં આવ્યા છે.જો નિયત સમયમાં આ બીલની રકમ ભરપાઈ ન કરવામાં આવશે તો એમની સામે પોલીસ FIR દાખલ કરવામાં આવશે.કેટલાક વીજ ફીડરો ઉપર લાઇન લોસ વધુ આવતો હોય, DGVCL દ્વારા ચેકીંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ રેડબાદ વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *