ઝંખવાવ ખાતે છ માસથી બંધ થયેલો ગુરૂવારનો હાટ બજાર ફરી શરૂ કરાયો
Contact News Publisher
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): સુરત જિલ્લનાં માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે માર્કેટયાર્ડ ખાતે કોરોના વાયરસની મહામારીને કારણે છ માસથી બંધ થયેલો ગુરૂવારનો હાટ બજાર ફરી શરૂ થતા ખેડૂતોમાં અને સ્થાનિક ગ્રાહકોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે અને આજે પ્રથમ દિવસે ખેડૂતો અને ગ્રાહકોએ વેચાણ અને ખરીદી ઉત્સાહપૂર્વક કરી હતી.
ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી પોતાના શાકભાજી પાકો વેચવા મા મુશ્કેલી અનુભવી રહ્યા હતા જ્યારે બીજી ગ્રામ્ય વિસ્તારની ગૃહિણીઓને હવે સસ્તા ભાવે હાટ બજારમાં શાકભાજી મળી રહેશે.