ઉભારીયા ગામે ખેડૂતના ઘરમાં ઘૂસી ગયેલા 7 ફૂટ લાંબા અજગરનુ રેસ્ક્યુ કરી સુરક્ષિત જંગલમાં છોડયો
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકાની વાંકલ વનવિભાગ રેન્જમાં સમાવિષ્ટ ઉભારીયા ગામે ખેડૂતના ઘરમાં ઘૂસી ગયેલા ૭ ફુટ લાંબા અજગરને રેસ્કયુ કરી વનવિભાગ અને જીવ દયા પ્રેમી ટીમ ના સભ્યોએ સુરક્ષિત જંગલમાં છોડી દીધો હતો.
ઉભારીયા ગામના ખેડૂત મનજીભાઇ વસાવા ના ઘર માં રાત્રી દરમિયાન અજગર ઘૂસી ગયો હતો આ બાબતની જાણ જીગ્નેશભાઈ શરદભાઈ ગામીતે રાત્રે 1:00 વાગે વિભાગને ઘટનાની જાણ કરી હતી ત્યારબાદ વનીકરણ રેંજ માંગરોળના રેન્જ ફોરેસ્ટ ઓફિસર જયદીપભાઇ ગઢવીની સુચના અને માર્ગદર્શન હેઠળ વનકર્મી કલ્પેશભાઈ ચૌધરી મનીષભાઈ વસાવા દિલીપભાઈ ગામીત અને ઝંખવાવ ગામના જીવદયા પ્રેમી યુવક મેહુલભાઈ દિનેશભાઈ મોરી સહિતની ટીમ ઉભારીયા ગામે પહોંચી હતી અને ૭ ફૂટ લાંબા અજગરનુ રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ અજગરને સુરક્ષિત રીતે જંગલમાં છોડવામાં આવ્યો.