કોરોના વ્યાપને રોકવા રાજ્ય સરકારે શરૂ કરેલી ધન્વંતરિ રથ આરોગ્ય સેવા અન્ય દેશ-રાજ્ય માટે પણ પ્રેરણાદાયી બની ચુકી છે

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કોરોના વ્યાપને રોકવા રાજ્ય સરકારે શરૂ કરેલી ધન્વંતરિ રથ આરોગ્ય સેવા અન્ય દેશ-રાજ્યો માટે પણ પ્રેરણાદાયી બની ચૂકી છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ ગુજરાતની ધન્વંતરિ રથ આરોગ્ય સેવાની પ્રશંસા કરી હતી. મોબાઈલ ટીમમાં તૈનાત ડોકટર અને તેમની ટીમ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરઆંગણે જઇને વિનામૂલ્યે આરોગ્ય તપાસણી કરીને દવાનુ વિતરણ કરવાની સાથોસાથ રેપિડ એન્ટીજેન ટેસ્ટ પણ કરે છે. ધન્વંતરિ રથના તબીબ પાસેથી કોરોનાથી બચવાનું માર્ગદર્શન પણ લોકો મેળવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા કમિશનરશ્રી બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં ધન્વંતરિ રથ આરોગ્ય સેવાને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. ખાસ ફરજ પરના અધિકારી શ્રી એસ.કે. લાંગાને ધન્વંતરિ રથની જવાબદારી સોંપવામાં આવી છે. એક સમયે સુરતમાં કોરોનાનું સંક્રમણ વધુ હતું. પરંતુ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા સમયસરના પગલાઓ, સતત મોનિટરીંગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ધન્વંતરિ રથોની જન આરોગ્ય સેવા દ્વારા વધુને વધુ લોકોને સમયસરની સારવાર મળી, જેના પરિણામે આજે કોરોના સંક્રમણને અટકાવી શકાયું છે. મહામારીને નાથવામાં ધન્વંતરિ રથનો સિંહફાળો રહયો છે. સુરતમાં કોરોનાના સંક્રમણ સાથે શરૂ થયેલી આ સેવા દ્વારા અત્યાર સુધી શહેરમાં ૧૭,૬૪,૦૦૨ લોકોના નિદાન, તપાસ અને સારવાર કરવામાં આવી છે. સુરત શહેરની તબક્કાવાર ૧.૭૪ કરોડની વસતિ આવરી લેવામાં આવી છે.ધન્વંતરિ રથ દ્વારા તાવ શરદી-ઉધરસ, ડાયાબિટીસ બ્લડપ્રેશર જેવી બિમારીનું નિદાન ઉપરાંત થર્મલ ગન, સ્ટેથોસ્કોપ, પલ્સ ઓક્સિમીટર, ગ્લુકોમીટર સહિતના આધુનિક સાધનો દ્વારા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવે છે. શહેરમાં ૭૭ ધન્વંતરિ રથથી શરૂઆત થઇ હતી. તેમાં તબકકાવાર વધારો કરીને ૧૨૧ ધન્વંતરિ રથ પ્રજા આરોગ્ય સેવારત કરવામાં આવ્યા, જેના થકી કુલ ૧૨,૯પ૫ તાવના કેસો, ૪૩,૬૨૩ હાયપર ટેન્શન અને ૪૧૪૮૦ ડાયાબિટીસના તથા એ.આર.આઇ.ના ૩૮૬૧૯ દર્દીઓ, જ્યારે અન્ય નાની-મોટી બિમારી ધરાવતાં ૧૬,૨૬,૬૬૦ દર્દીઓને સ્થળ પર જ સારવાર આપવામાં આવી. કોરોના સામે શહેરીજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથીક દવાઓ પણ રથ દ્વારા આપવામાં આવે છે. તા.૦૮મી જુલાઈથી અત્યાર સુધી ૨૪,૪૦,૯૧૯ લોકોને આરોગ્યવર્ધક ઉકાળાનું સેવન કરાવવામાં આવ્યું છે. દરરોજ સરેરાશ ૫૩૦૬૩ લોકોને લોકોને ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. રોગ પ્રતિકારશક્તિ વર્ધક આર્સેનિક આલ્બ સહિતની હોમિયોપેથી દવાનું ૬૮ દિવસમાં ૧૪,૫૦,૪૫૨ લોકોને, આયુર્વેદિક દવા- સંશમની વટી ૪૬ દિવસમાં ૧૯,૯પ,૦૬૦ વ્યક્તિઓને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના સંકલન દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે. સાથે સરેરાશ ૪૩૩૭૦ લોકોને દરરોજ હોમિયોપેથી અને આયુર્વેદ દવાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવે છે. ઓક્સિજન લેવલ ચેક કરી શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓને આરોગ્ય રથે સમયસર સારવાર આપવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. ઓગસ્ટ-૨૦ અંત સુધી શહેરમાં ૬૮,૨૦,૯૧૫ લોકોનું ઓક્સિજન સેચ્યુરેશન ચેક કરવામાં આવ્યું છે. આ સેવામાં આજ સુધી ૯૫ ટકાથી ઓક્સિજન લેવલ ઓછું હોય એવા ૫૭૪ વ્યક્તિઓ નોંધાયા છે. જેમને યોગ્ય સારવાર આપવામાં આવી છે. વધુ સારવારની જરૂરિયાત હોય તેવા ૫૭૬ દર્દીઓને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં છે. શહેરમાં પ્રત્યેક ધન્વંતરિ રથના તબીબી સ્ટાફ દ્વારા સરેરાશ ૨૩૧ લોકોનું નિદાન અને સારવાર કરવામાં આવી રહી છે. ધન્વંતરિ રથ દ્વારા આજ સુધી એ.આર.આઈ.- એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેકશન એટલે કે શરદી, ઉધરસ, ઝીણો તાવ, શારીરિક નબળાઈ, કફ, ગાળામાં સોજો જેવા ૩૮૬૧૯ કેસો મળી આવ્યાં છે, જેમને દવા અને સારવાર આપવામાં આવી છે. જરૂર જણાય એવા કેસોમાં કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે. ૧૮ જુલાઇ-૨૦ થી અત્યાર સુધી ૧૦૬૯૭૬ રેપિડ એન્ટીજેન ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *