સાપુતારા માલેગામ ઘાટમાર્ગમાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના વળાંકમાં અકસ્માતની વણઝાર જારી રહેતા વાહનચાલકોમાં ભયનો માહોલ
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : સાપુતારા માલેગામ ઘાટમાર્ગ માં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના વળાંકમાં અકસ્માતની વણઝાર જારી રહેતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે, નાસિક થી પંજાબ દાડમ અને મોસંબી ભરી જઈ રહેલ ટ્રકની બ્રેક ફેલ થઈ જતા માર્ગ સાઈડના સંરક્ષણ દીવાલ સાથે અથડાઈ પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો છે
મળતી માહિતી મુજબ સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનો વળાંક વાહન ચાલકો માટે ગોઝારો સાબીત થઈ રહ્યો છે. નાસિક થી પંજાબ દાડમ અને મોસંબી નો જથ્થો ભરી જઇ રહેલ RJ07GB 4241 ની અચાનક બ્રેક ફેલ થતા બેકાબુ બનેલ ટ્રક માર્ગ સાઈડના સંરક્ષણ દીવાલ સાથે ધડાકાભેર અથડાતા પલટી મારી ગઈ હતી, જેને પગલે ટ્રકમાં મુકેલ ફળનો જથ્થો ખીણ માં વેર વિખેર થતા ખેડૂતને આર્થિક નુકસાની વેઠવાની નોબત ઉભી થવા પામી હતી. જ્યારે ટ્રક ચાલક અને ક્લીનરને નજીવી ઇજા પહોંચતા 108 દ્વારા સારવાર અપાઈ હતી .જ્યારે અન્ય એક ઘટના પણ એજ જગ્યા એ થતા ચાલકે ટ્રક ને કાબુમાં કરવા ભેખડ સાથે અથડાવી દેતા મોટી દુર્ઘટના ટળી હતી.બનાવ સંદર્ભે સાપુતારા પોલીસે અકસ્માત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.