ડુમસ બીચ ખાતેથી શ્વાન મુખી જળ સાપ મળી આવ્યો
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા,માંગરોળ) : ફ્રેન્ડસ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટ સચીન ટીમના સભ્યો નિર્મલ, સચીન સોની અને રાહુલ રાઠોડ ડુમસ બીચ પર ફોટા પડાવતા હતા તે વખતે એક સાપ જોવા મળ્યો હતો. સાપની ઓળખ ન થતા ટીમના સભ્યોએ સચીન ટીમના પ્રમુખ સમીરભાઈ ને જાણ કરતા સમીરભાઈ એ બારડોલીનાંં પ્રમુખ જતીન રાઠોડ ને સાપના ફોટા મોકલતા સાપની ઓળખ શ્વાન મુખી જળ સાપ હોવાનું જણાવી આ અર્ધ ઝેરી સાપ હોય છે .મીઠુ પાણી અને ખારા પાણી ની આસપાસ આ સાપ રહે છે .ખાસ કરીને દરિયા કિનારા પાસે જોવા મળે છે .એમ તો આ સાપ રેર છે પરંતુ માછીમારો ની જાર માં ફસાઈ ને મળી આવતા હોય છે આ સાપ માછલીઓ ખાઈ ને જીવે છે.