આત્મનિર્ભર યોજનાનો લાભ મેળવવામાં સુરત જિલ્લાના લાભાર્થીઓ મોખરે
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોરોના સંકટમાં નાના વ્યવસાય, ઉદ્યોગકારોને ફરી બેઠા કરવા રાજ્ય સરકાર દ્વારા “આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના” અમલમાં મુકવામાં આવી છે. આત્મનિર્ભર સહાય યોજનામાં વ્યાજ પર ૬% સબસીડી અને યોજના-૨માં વ્યાજ પર ૪% સબસીડીનો લાભ મળે છે. મુખ્યત્વે આ યોજનાનો હેતુ કોરોનાના વિશ્વરૂપી મહામારીના સમયે લોકો ધંધા-ઉદ્યોગ શરૂ કરી, પગભર થાય તે માટે સરકારે ૧૪ હજાર કરોડની આત્મનિર્ભર સહાય યોજના જાહેર કરી અને આ યોજના થકી નાના ધંધા, ઉદ્યોગ ફરીવાર વેગ પકડી રહ્યા છે આમ ,સુરત જિલ્લામાં કુલ ૧૯,૬૮૨ લાભાર્થીઓને ૧૮૯ કરોડ ૭૦ લાખ રૂપિયા કરતા વધુની રકમની લોનસહાય સરકાર દ્વારા આપવામાં આવી છે.