કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા હવામાન આધારીત કૃષિ સલાહ
હવામાન આધારીત કૃષિ સલાહ
૧. સામાન્ય સલાહ – ભારે વરસાદની પરિસ્થિતિઓ પછી સફળ ખેત ઉત્પાદન માટે ક્ષેત્રિય વ્યસ્થાપન.
● જે ખેતરમાંથી પાણી નિતાર થઈ શકે તેવી વ્યવસ્થા હોય તો ઊભા પાકમાં ત્વરિત પાણીનો નિતાર થાય તેવા પગલાં લેવાથી પાકને બચાવી શકાય અને ઉત્પાદન મેળવી શકાય.
● કપાસ પાકમાં વધુ વરસાદથી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા માઠી અસર થવાથી છોડ ઓછા થયા હોય તો રિલે પાક તરીકે દિવેલા અથવા તુવેર ઓગસ્ત માસના અંત સુધીમાં વાવેતર કરી ઉત્પાદન લઇ.
● બાજરી , મકાઇ અને કથોળ જેવા પાકોને વધુ વરસાદથી નાશ થયો હોય તો આ જમીનમાં વરાપ થતાં ગુવાર, મગ, અડદ, તુવેર, દિવેલા, બાજરી, બીજ માટે શણ તથા ઘાસચારાના પાક જુવાર, ચોળીનું વાવેતર કરવું.
● આપણાં વિસ્તારમાં અથવા જમીનમાં જ્યાં પાણી ભરાઈ રહેલ હોય તેનું સર્વે અને નોંધ રાખી તે વિસ્તારના પાણીના નિકાલ ડ્રેનેજની કાયમી સુવિધા ઊભી કરવી જેથે ભવિષ્યમાં અતિવૃસ્તીના સમયમાં પાકને બચવી શકાય.
● ચોમાસામાં વાવેતર કરેલ પાક નાશ થયેલ હોય તો પશુપાલન માટે ધાસચારાના જેવા કે જુવાર , મકાઇ રજકા – બાજરી તથા પેરા – ઘાસનું વાવેતર કરવું.
● ટુકા ગાળાના શાકભાજીના પાકો જેવા કે ગુવાર, ચોળી, ભીંડા, પાલક, મેથી, ધાણા, તાદળજો વગેરેનું વાવેતર કરી શકાય.
● જે વિસ્તારમાં પાણી નિતાર થઈ વરાપ થયેલ હોય ત્યાં શણ બીજ ઉત્પાદન માટે વાવેતર કરવું જેના માટે પ્રતિ હેક્ટર ૩૦ કિ.ગ્રા. પ્રમાણે બીનો ઉપયોગ કરવો.
● જે ખેડૂતોને ફળપકોનું વાવેતર કરવું હોય તેઓ જમીનમાં સારો ભેજ હોય ત્યાં સુધીમાં કલમ – રોપાનું વાવેતર કરી શકે.
૨. પાક – જુવાર
● પાક અવસ્થા : ખેતી પદ્ધતિ
● કૃષિ સલાહ : જાતો . એક કાપણી માટે એસ. – ૧૦૪૯ (સાંઢીયા જુવાર), સી.- ૧૦- ર (છાસટીયો), જી.એફ.એસ. – ૩, જી.એફ.એસ. – ૪. બહુક પાણી માટે : એસ.એસ.જી. – ૫૯-૩ , એસ.એસ.જી. – ૯૯૮, એસ.એસ.જી. – ૮૯૮, એસ.એસ.જી.- પપપ, જી.એફ.એસ.એચ. – ૧ , જી.એફ.એસ.એય. – ૩, જી.એફ.એસ.એચ. – ૪, જી.એફ.એસ.એચ. – ૫.
● બિયારણ નો દર : સુધારેલી જાતો માટે હેકટરે ૬૦ કી.ગ્રા . અને સાંકર જાતો માટે ૩૦ કી.ગ્રા . દર રાખી બે હાર વચ્ચે ૨૫-૩૦ સે.મી.નું અંતર રાખી વાવણી કરવી.
● બીજ માવજત : જો વરસાદની શરૂઆત સાથેજ વાવણી શકય ન હોય તો સાંઠાની માખીના નિયંત્રણ માટે બીજને કાબોસલ્ફાન ૨૫ ઈ.સી. ૧૦૦ ગ્રામ/કી.ગ્રા. બીજ પ્રમાણે માવજત આપવી. આ ઉપરાંત પ્રતિ કિગ્રા બીજ દીઠ ૩ ગ્રામ થાયરમ / કેપ્ટાનનો પટ આપવો. એઝેટોબેકટર અથવા ઍસ્પાઈરીલમ કલ્ચરનો પટ પણ આપી શકાય.
● ખાતર : હેકટર દીઠ ર ૦ કી.ગ્રા . નાઇટ્રોજન વાવણી વખતે તેમજ ૨૦ કી.ગ્ર. નાઇટ્રોજન વાવણી બાદ ૩૦-૪૦ દિવસે આપવું. સાકર જાતો માટે હેકટર દીઠ ૪૦ કી.ગ્રા. નાઇટ્રોજન અને ૪૦ કી.ગ્રા. ફેફસ વાવણી વખતે તેમજ ૪૦ કી.ગ્રા. નાઇટ્રોજન વાવણી બાદ ૩૦-૪૦ દિવસે આપવો. * બહુ કાપણી માટે ૨૫ કી.ગ્રા. નાઇટ્રોજન અને ૪૦ કી.ગ્રા. ફૉસ્ફરસ વાવણી વખતે તેમજ ર૫ કી.ગ્રા. નાઇટ્રોજન વાવણી બાદ 30 દિવસે અને ર૫ કી.ગ્રા. નાઇટ્રોજન પ્રથમ કાપણી બાદ આપવો. • જે જમીનમાં જસતનું પ્રમાણ ઓછો (૦.૫ પીપીએમ કરતા ઓછુ હોય ત્યાં દર ત્રણ વર્ષે હેકટરે ૨૫ કી.ગ્રા ઝીંક સલ્ફટ આપવો.
● નીંદણ નિયંત્રણ : એક આાંતરખેડ અને વાવણી બાદ ૩૦-૩૫ દિવસે હાથથી નીંદામણ કરવું. રાસાયણીક નીંદણ નિયેત્રણ માટે વાવણી બાદ બીજા દિવસે ભેજવાળી જમીનમાં એટ્રારાઝીન ૦.૨ પ -૦.૫૦કી.ગ્રા. સક્રિય તત્વ હેકટર પ્રમાણે પ૦૦ લીટર પાણીમાં ઓગાળી. છટકાવ કરવો.
3. પાક – ડાંગર
● પાક અવસ્થા : ફૂટ અને જીવ અવસ્થા
● કૃષિ સલાહ : દક્ષિણ ગુજરાતનો વધુ વરસાદવાળા ખેત આબોહવાકીય વિસ્તારમો ડાંગરની ખેતી કરતા ખેડૂતોને વધુ ઉત્પાદન, ગાભમારો અને કથીરીના ઓછા ઉપદ્રવ તેમજ હવાનું પ્રમાણ ઘટાડવા ફૂટ અને જીવ પડવાની અવસ્થાએ ૧.પ % પોટેશિયમ સિલિકેટ અને ભલામણ કરેલ ખાતર ઉપરાંત છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.
● ખાતર વ્યવસ્થાપન : દક્ષિણ ગુજરાત માટે ૧૦૦ ફ્રી.ગ્રા . નાઇટ્રોજન ( ૨૧૮ દિલો યુરિયા ) અને ૩૦ કિ.ગ્રા . ફોસ્ફરસ ( ૬ પ કિલો ડીએપી અથવા ૧૮૮ કિલો એસએસપી) અને ૫ કી.ગ્રા. ઝિંક સલ્ફટ પ્રતિ હેકટરે આપવાની ભલામણ છે. તે બજારમાં મળતા ખાતરના રૂપમાં આપી શકાય છે. પાયામાં આપવાના ખાતરો : — ૪૦ ટકા નાઈટ્રોજન ( ૮૮ કિલો યુરિયા ) – ૧૦o ટકા , ફોસ્ફરસ (૬૫ કિલો ડીએપી અથવા ૧૮૮ કિલો એસએસપી) + 100 ટકા ઝીંક સલ્ફટ (૫.૦ કિ.ગ્રા.) રોપણી વખતે જ આપી દેવો જોઈએ, પૂર્તિ ખાતર : પ્રથમ હપ્તો : ફૂટ વખતે ૪૦ ટકા (૮૮ કિલો યુરિયા) નાઈટ્રોજન આપવું . બીજો હપ્તો જીવ પડવાની અવસ્થાએ બાકી રહેલ ૨૦ ટકા નાઈટ્રોજન (૪૨ કિલો યુરિયા) આપવું .
૪. પાક – ભીંડા
● પાક અવસ્થા : ફૂલ અને ફૂટ અવસ્થા
● કૃષિ સલાહ : ભીંડામાં કાબરી ઇયળ અને ડુંખ અને ફળ કોરી ખાનાર ઇયળના નિયંત્રણ માટે ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઠ ૫ થી ૬ રાખવા . ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા સાયપરમેથ્રીન ર ૫ ઇસી ૪ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ એસ.જી. 3 ગ્રામ અથવા ક્લોરાન્દ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છાંટવી.
૫. પાક –મરચી
● પાક અવસ્થા : ખેતી પદ્ધતિ
● કૃષિ સલાહ : ધરૂ ઉછેર માટેનો સમય – ચોમાસું : જુન – જુલાઈ, બીજની જરૂરીયાત – ૭૫૦ ગ્રામ, ધરૂ / રોપાની જરૂરીયાત (પ્રતિ હેકટર) – ૬૦,૦૦૦ હજાર, રોપણી અંતર (સેમી) –૬૦x૬૦ , રાસાયણિક ખાતર (પ્રતિ હેકટર) – ૧૦૦-૫૦-૫૦ / ના.ફો.પો. આ ઉપરાંત વાઈરસ જેવા રોગ કે જે સફેદમાખી થી ફેલાય છે, તેનાથી પાક ને રક્ષણ આપવા માટે પાકની અંદર સમયાંતરે દેખરેખ રાખો અને સફેદ માખીનો ઉપદ્રવ જણાય તો ઇમીડાક્લોપ્રિડ 3 મિલી પ્રતિ ૧૦ લિટર પાણીમાં નાખીને ૨ થી ૩ વાર છંટકાવ કરી વેક્ટરને (સફેદમાખી) નિયંત્રણમાં રાખવા સલાહ આપવામાં આવે છે .
(સૌજન્ય : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , ન.કૃ.યુ. , વ્યારા)