વડાપ્રધાનનો ઓનલાઈન એગ્રીકલ્ચર યુનીવર્સીટીનો કાર્યક્રમ લાઈવ નિહાળવા ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર –વ્યારા, નવસારી કૃષિ યુનિવર્સીટી નવસારી તરફથી સીનીયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ ડૉ. સી.ડી. પંડ્યા અને વૈજ્ઞાનિક ડૉ. અર્પિત જે. ઢોડીયાની યાદી જણાવે છે કે, ખેડુતો માટે આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઓનલાઈન રાણી લક્ષ્મીબાઈ સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સીટીનો ઉદઘાટન કાર્યક્રમ હોય તો તે પ્રોગ્રામ નિહાળવા તથા ખેતી ને લગતી નવી માહીતી મેળવવા દરેક ખેડુત ભાઈઓ બહેનોએ આપેલી લીંક પર https://pmosms.nic.in/ અવશ્ય રજીસ્ટ્રેશન કરવું,
જે ખેડુતને પોતાનો ઈ મેલ એડ્રેસ ના હોય તેમણે kvkvyara@nau.in નાંખી અને દરેકે પોતાનો મોબાઈલ નંબર નાંખી રજીસ્ટ્રેશન કરી સકાશે. આવતી કાલે પ્રોગ્રામનો સમય બપોરે ૧૨:૩૦ નો છે. આ પ્રોગ્રામ જોવા માટે આપ આપના મોબાઈલમાં તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ઓફિસ વ્યારામાં રૂબરૂ પણ નિહાળી શકશો, વધુ માહિતિ માટે ડૉ. સી.ડી. પંડ્યા મો.નં. 8780434557 પર સંપર્ક કરવો.
Good