JEE અને NEETની પરીક્ષા લેવાના સરકારનાં નિણર્યનાં વિરોધ સાથે સુરત જિલ્લા કોંગ્રેસે આપેલું આવેદનપત્ર
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : AICC અને GPCCની સૂચના મુજબ સમગ્ર ભારત દેશમાં જિલ્લા કક્ષાએ તથા તાલુકા કક્ષાએ JEE અને NEET જેવી ઉચ્ચ અભ્યાસ કરવા માટેની યોગ્યતા માટેની પ્રવેશ પરીક્ષા લેવા માટેનું સરકારશ્રી નું પગલું વિદ્યાર્થીઓ માટે અહિતકારી પગલું હોય આ નિર્ણય નાં વિરુધ્ધમાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને 157 માંડવી મત વિસ્તારના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી અને દરેક તાલુકાના પ્રમુખો, હોદ્દેદારો, શંકરભાઈ ચૌધરી, તરૂણ વાઘેલા, સરસ્વાતિબેન ચૌધરી, કિંજલબેન ચૌધરી, તરુણભાઈ પારેખ, કૃપાકિરણ પટેલ, ધવલભાઈ ચૌધરી, ધીરુભાઈ ચૌધરી, હરીશભાઈ વસાવા તથા તમામ સેલના હોદ્દેદારો, અને સંનિષ્ઠ કાર્યકર્તાઓની હાજરીમાં માંડવી પ્રાંત અધિકારીની કચેરીએ જઈ વિવિધ સૂત્રોચ્ચાર કરી એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે.