કાયદાનું કડક પાલન કરાવતા રક્ષકોની માનવતા : 13 પોલીસ કર્મી.એ પ્લાઝ્મા દાન કર્યુ
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોરોના મહામારીને પગલે, સરકારે લોકડાઉનનો અમલ શરૂ કર્યો હતો. લોકડાઉનનો સખ્તાઈથી અમલ કરાવવાની જવાબદારી પોલીસ કર્મચારીઓને આપવામાં આવી હતી. ફરજ દરમિયાન અનેક પોલીસ અધિકારી-કર્મચારી કોરોના સંક્રમિત થયા હતા. અને સ્વસ્થ થઈ પુન: ફરજમાં જોડાયા છે. જેમાંથી સુરત શહેરના 13 જેટલાં પોલીસ કર્મચારીઓએ CP અજયકુમાર તોમરની પ્રેરણાથી સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કરીને સંવેદના સાથે માનવતાનો ધર્મ નિભાવ્યો છે.