માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે સરકારી માધ્યમિક શાળામાં ૭૧મો તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): આજરોજ સુરત જિલ્લનાં માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે સરકારી માધ્યમિક શાળાએ રેન્જ ફોરેસ્ટર ઓફિસરશ્રી માંગરોળ, ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટરશ્રી વાંકલ, તેમજ સરકારી માધ્યમિક શાળા વેરાકુઈનો સ્ટાફ હાજર રહ્યો હતો. તા. ૨૮/૦૮/૨૦૨૦ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વેરાકુઈ ગામની સરકારી માધ્યમિક શાળામાં ૭૧મો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રેન્જ ફોરેસ્ટર ઓફિસરશ્રી માંગરોળનાં જે.જી. ગઢવી, ઈનચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી વાંકલના એ.જી. પટેલ, ફોરેસ્ટર કિરણભાઈ ચૌધરી. અમૃત ભાઈ માલી, ઓકિલ મિશ્રા, દૌલતભાઇ વસાવા, સોનલબેન સોલંકી, બીટગાર્ડ દિવ્યેશ ભાઈ વસાવા, રાજ મકવાણા, સેવંતીલાલ પઢીયાર, વંદનાબેન ચૌધરી, કમલેશભાઈ વસાવા. ડી. વાઘ, ક્લાર્ક કલ્પેશભાઈ તેમજ સહ કર્મચારી અને વેરાકુઈ ગામનાં સરપંચશ્રી અશ્વિનભાઈ ગામીત તેમજ વેરાકુઈ સરકારી માધ્યમિક શાળાના આચાર્યશ્રી જીતેશભાઇ ચૌધરી, તાલુકા પંચાયતના માજી પ્રમુખ ચંદનબેન ગામીત. વેરાકુઈ ગામના દૂધ મંડળીના પ્રમુખ મહેશભાઈ ગામીત હાજર રહ્યા હતા. તેમજ માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઈ ગામીત, તાલુકા પંચાયતના સભ્ય, જીલ્લા પંચાયતના સભ્યો પણ હાજર રહ્યા હતા અને સુરત જિલ્લા કારોબારી અધ્યક્ષશ્રી દિપકભાઈ વસાવા, રમેશભાઇ, ઉપસ્થિત રહ્યા હતા. રીબીન કાપીને તેમજ દીપ-પ્રાગટ્ય કરી ગ્રામજનોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અને દરેક અધિકારી સહિત વેરાકુઇ ગ્રામપંચાયતના સરપંચ અને સભ્યોએ પણ વૃક્ષારૉપણ કર્યુ હતુ.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *