માંગરોળ તાલુકાનાં હથોડા ગામે કોરોના સંક્રમણ વધી જતાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સમગ્ર દેશમાં ઘણાંલાંબા સમયથી કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે. જેમાં શહેરી વિસ્તારમાં કોરોનાવાયરસનું સંકટ ધીમે ધીમે દૂર થઈ રહ્યુ છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાંઆ સંક્રમણ વધી રહ્યું છે. સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકામાં આવેલા હથોડા ગામમા એકાએક કેશોમા વધારો થતાં ગ્રામ પંચાયત એક્શન માં આવી ગઈ છે.તલાટી અને સરપંચે આજે ગામવાસીઓની એક તાકીદની બેઠક બોલાવી કોરોનાવાયરસને નિયંત્રણમા લેવા માટે અસરકારક પગલાંના ભાગરૂપે હથોડા ગામમા તાત્કાલિક અસરથી લોકડાઉન જાહેર કરી દેવાનો નિણર્ય લેવામાં આવ્યો છે. બહારગામથી ચીજવસ્તુનુ વેચાણ કરવા આવતા ફેરિયાઓ તેમજ બહારગામથી આવનારાઓને હથોડા ગામમાં પ્રવેશ બંધી પણ ફરમાવી દેવામાં આવી છે ઉપરાંત હથોડા ગામની મસ્જિદો પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, ગ્રામજનોને માસ્કનો ફરજિયાત પણે ઉપયોગ કરવા અને ૬૦ વર્ષ થી વધુ વયનાં વ્યક્તિઓને બહાર નહિ નીકળવા સુચના આપવામાં આવી છે, તેમજ હથોડા ગ્રામવાસીઓએ કામ ધંધા સિવાય ગામમાંથી બહાર નહીં નીકળવા પણ જણાવવામાં આવ્યું છે, અને જો પરિસ્થિતિ પંદર દિવસમા કાબૂમાં ન આવે તો વધુ કડક પગલાં ભરવાની સરપંચે જાહેરાત કરી છે.