સુબિર ગામે મહા વટવૃક્ષ ધરાશય થતા એક કલાક માટે વાહન વ્યવહાર થંભી ગયો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આહવા નવાપુર માર્ગ ઉપર સુબિર ગામે મહા વટવૃક્ષ ધરાશય થતા એક કલાક માટે વાહન વ્યવહાર થંભી ગયો હતો વહિવટી તંત્ર દ્વારા તાત્કાલીક યુધ્ધ ધોરણે કામગીરી આરંભ તા એક કલાક માં ધરાશય થયેલ વૄક્ષ ને બાજુ માં કરતા વાહનવ્યવહાર પુન ધમધમતો થયો હતો
વધઈ તા. 26 વન પ્રદેશ ડાંગ જિલ્લામાં મેધરાજા ની છ છ દિવસ સાંબેલાધાર સવારી થી વન પ્રદેશ ડાંગ જીલ્લો છોળેકળા એ ખીલી ઉઠયો છે ત્યા રે આજે બપોર નાં બે કલાકે આહવા નવાપુર આંતર રાજય ધોરી માર્ગ ઉપર સુબિર ગામે સુબિર તાલુકા પંચાયત ની કચેરી સામે અચાનક મોટું વટ વૃક્ષ માર્ગ ઉપર ધરાશય થયું હતું જેમ જેને ‘રામ રાખે તેને કોણ ચાખે ‘ વાહનો થી ધમધમતો આ માર્ગ ઉપર આટલું મોટું ઝાડ ધરાશય થવા છતાં કોઈ જાનહાની થવા પામી ન હતી માત્ર એક કવોલીસ ગાડી ને મોટું નુકશાન થવા પામ્યુ હતુ મુખ્ય માર્ગ ઉપર મોટું ઝાડ ધરાશય થયાં હોવાની જાણ તાલુકા વિકાસ અધિકારી શ્રી વ્યવહારે સાહેબ, આર.એફ.ઓ.અનિલ સાહેબ, માર્ગ અને મકાન વિભાગ નાં અમિષ પટેલ સાહેબ ને થતાં ત્રણેય વિભાગ દ્વારા તાત્કાલીક યુધ્ધ ધોરણે કામગીરી આરંભ તા એક કલાક માં જ આ મોટું ધરાશય થયેલ વૄક્ષ ને બાજુ માં કરતા વાહન વ્યવહાર થી ધમધમતો આ માર્ગ પુન: ધમધમતો થયો હતો