નાનાપાડા પાસેના તીવ્ર વળાંક પર ટેમ્પો ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટેમ્પો માર્ગ સાઇડે પલટી માર્યો

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : સાપુતારા વઘઇ માર્ગ સ્થિત નાનાપાડા પાસેના તીવ્ર વળાંક પર ટેમ્પો ચાલકને સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટેમ્પો માર્ગ સાઇડે પલટી જતા અકસ્માત સર્જાયો છે.
મળતી માહિતી મુજબ નાસિક થી ટામેટાનો જથ્થો ભરી સુરત જઇ રહેલા આઇસર ટેમ્પોના ચાલકે નાનાપાડા નજીક તીવ્ર વળાંક પર અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેમ્પો ઝોક મારી પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જોકે ચાલક ક્લીનર ને નજીવી ઇજા પહોંચી હતી, જ્યારે ટેમ્પોમાંથી ટામેટા નો જથ્થો વેરવિખેર થઈ જતા ખેડૂત ને આર્થિક નુકસાની વેઠવાની નોબત ઉભી થવા પામી હતી. વઘઇ પોલીસે અકસ્માત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other