વઘઇ થી સામગહાન સુધીનો 40 કિમિનો માર્ગ ભારે વરસાદમાં પણ માર્ગ અકબંધ : માર્ગ મકાન વિભાગની કામગીરી લોકોએ બિરદાવી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ થી સામગહાન સુધીનો 40 કિમિ નો માર્ગ પર માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ધર્મેશભાઇ પટેલ અને તેમની ટિમ દ્વારા સતત દેખરેખના કારણે ભારે વરસાદમાં પણ માર્ગ અકબંધ રહેતા તેમની કામગીરી ને સ્થાનિકો સહિત વાહનચાલકોએ બિરદાવી છે.
મળતી માહિતી મુજબ ગુજરાતનું ચેરાપુંજી ગણાતું ડાંગ જિલ્લામાં વર્ષે દહાડે 100 ઇંચ થી વધુ વરસાદ ખાબકે છે.તેની સાથે સૌથી વધુ વીજળી અને માર્ગોની અવદશા ની સમસ્યા ઉભી થતી હતી, જેને હવે ભૂતકાળ બનાવી નવો રાહ ચીંધનાર વઘઇ સબ ડિવિઝન ના યુવા અને કર્તવ્ય નિષ્ઠ નાયબ કાર્યપાલક ઇજનેર ધર્મેશભાઇ પટેલ અને તેમની ટિમ દ્વારા વરસાદના આગમન સાથે માર્ગ ની દેખરેખ માટે સતત કામગીરી કરતા જોવા મળે છે. વઘઇ થી સામગહન સુધીનો 40 કીમી રાજ્ય ધોરીમાર્ગમાં આવતો હોય માર્ગ સાઇડે ગટર,ખીણ સાઇડે સંરક્ષણ એંગલ,કે દીવાલ સાથે જ્યાં સતત પાણીનો ભરાવો રહેતો હોય તેવી જગ્યાએ વરસતા વરસાદમાં સ્થળ મુલાકાત લઈ નાળુ કે સ્લેબડ્રેન બનાવી 50 ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો હોવા છતાં માર્ગ અકબંધ રહેતા અન્ય માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે.વઘઇ થી સામગહન સુધીનો માર્ગ સડસડાટ હોય અકસ્માતની ઘટનાઓ પણ ઓછી થવા સાથે પ્રવાસીઓ ની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. સારા માર્ગ ને કારણે સુરતી પ્રવાસીઓ 3 કલાક માં સાપુતારા પહોંચી જતા હોય કોરોના મહામારી વચ્ચે પણ વન ડે પીકનીક કરી યાદગાર સંભારણું નું ભાતું બાંધી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છેકે દરવર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણીના ભરાવા કે ભેખડ ધસી પડવાના કારણે માર્ગ અવરોધાયો હોવાના કિસ્સા બનતા હતા તે પણ આ વર્ષે તેમની કામગીરીને પગલે કારણે આવી કોઈ ઘટના ન બનતા તેમની દીર્ઘદ્રષ્ટિ કામગીરી બિરદાવવા લાયક છે.
ત્યારે આ સમગ્ર કામગીરીનો શ્રેય યુવા અને ઉત્સાહી નાયબ કાર્યપાલક ઇજનેર ધર્મેશભાઇ પટેલ ને જાય છે,કે જેઓ સતત બે વર્ષ થી ડાંગ જિલ્લામાં કર્તવ્ય પાલન કરી સેવા આપી રહ્યા છે.