મહુવા ખાતે કુપોષિત બાળકોને પૌષ્ટિક પોષણયુક્ત આહારનું વિતરણ કરાયુ
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના મહુવા ખાતે જી.એચ.ભક્ત ફાઉન્ડેશન દ્વારા કુપોષણમુક્ત ભારત અભિયાન અંતર્ગત કુપોષિત બાળકોને પૌવા, ગોળ, ખજૂર, ખારેક, દાળિયા, ચણા, પ્રોટીન પાવડર, ફળ, દાડમ, કેળા, સફરજન જેવા વિવિધ પૌષ્ટિક પોષણયુક્ત આહારનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ડો.મહેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે, આ ફાઉન્ડેશન દ્વારા દર માસે કુપોષિત બાળકો માટે પૌષ્ટિક આહાર કિટનુ વિતરણ કરવામાં આવે છે, તેમજ કુપોષિત બાળકોને ૧૪ દિવસ ‘બાળ આરોગ્ય સેવા કેન્દ્ર’માં રાખી તેમનું વજન, ઊંચાઈ, લોહીના ટકામાં વધારો, અને વાઈરલ રોગો અને તેના ચેપથી રક્ષણ જેવી આરોગ્યવર્ધક સારવાર કરવામાં આવે છે. બાળકને કુપોષણના ચક્રમાંથી મુક્ત કરી શકાય એ અમારો મુખ્ય ધ્યેય છે.