માંગરોળ : ગીજરમ અને આકળોદનો તલાટી પંચાયત કચેરીએ ફરજ પર આવતો નથી : TDOને ફરિયાદ કરાઈ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં ગીજરમ અને આકળોદ ગામો ખાતે તલાટી તરીકે બીપીન આહીરની નિમણુંક કરવામાં આવેલી છે.આ તલાટી ગ્રામ પંચાયત કચેરી ખાતે નિયમિત ફરજ ઉપર આવતાં નથી. એમની ઇચ્છા મુજબ કચેરી ખાતે આવે છે અને ફરી પરત ચાલ્યા જાય છે. છેલ્લા દોઢ માસથી બને ગામોનાં સેજા ઉપર હાજર રહ્યા નથી. પ્રજાજનોએ ગ્રામ પંચાયતના દરેક કામ માટે તાલુકા મથક માંગરોળ ખાતે જવું પડે છે. ગ્રામ પંચાયતના દરેક કામો માટે પ્રજાજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે.ગ્રામ પંચાયતના વેરા-માંગણા બીલો પણ પંચાયતની બેઠકમાં રજુઆત પછી પણ બનાવવામાં આવતાં નથી. જેથી વૈરાઓની રેગ્યુલર વસુલાત કરવામાં આવતી નથી. પંચાયતનું જૂનું રેકર્ડ ખુબજ જર્જરીત હોય ,એની કોઈ કાળજી લેવામાં આવતી નથી.આ તમામ વિગતો સાથે ગીજરમનાં સરપંચ જે એમ વસાવા અને આકળોદનાં સરપંચ કંચનભાઈ અને ઉપસરપંચ ડી. એમ. કાઝીએ લેખિતમાં માંગરોળના TDO દિનેશભાઇ પટેલને તથા આ વિસ્તારના સુરત જિલ્લા પંચાયતના સદસ્ય ચંદુભાઈ વી. વસાવાને રજુઆત કરી આ બને ગામો ખાતે કાયમી તલાટીની નિમણુંક કરવા જણાવ્યું છે. જિલ્લા પંચાયતના સદસ્ય ચંદુભાઇ વસાવા એ આ પ્રશ્ને સુરતનાં જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયાને ટેલિફોનિકથી રજુઆત કરી સત્વરે આ પ્રશ્નનો ઉકેલ લાવવા જણાવ્યું છે.