માંગરોળ : DGVCL કચેરીનાં નાયબ ઇજનેરની આખરે બદલી કરાઈ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે નાયબ ઈજનેર કક્ષાની કચેરી આવેલી છે.આ કચેરીનાં કાર્યક્ષેત્રમાં ત્રણ વીજ સબસ્ટેશન આવેલાં છે.સાથે જ આ કચેરીમાં તાલુકાના 60 કરતાં વધુ ગામોનો સમાવેશ કરવામાં આવેલો છે.તાલુકાનાં 20 હજાર કરતાં વધુ વિવિધ વીજ જોડાણો આપવામાં આવેલા છે.વળી ચાલુ વર્ષે તમામ HT અને LT લાઈનોનું ચોમાસા પહેલાં જે મેઇન્ટેન્સ નું જે કામ થવું જોઈએ તે પણ ન થતાં ચોમાસાની મૌસમ દરમિયાન વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાનાં બનાવો સામાન્ય બની ગયા છે. સાથે જ વીજ તારો કે વીજ પોલો પણ તૂટી પડવાના બનાવો બની રહ્યા છે.નજીવો વરસાદ પડે એટલે વીજ પુરવઠો બંધ થઈ જાય છે. તેવી જ રીતે ખેતી વિષયેક લાઈનોના વીજ તારો ચોરાઈ ગયાબાદ લાંબા સમયબાદ તારો નાખવામાં આવે છે.ખેતી વિષયેક વીજ જોડાણની મોટા ભાગની લાઈનો જૂની હોવાથી ખેડૂતો ખૂબ પરેશાન થઈ રહ્યા છે. નવા ખેતી વિષયેક જોડાણો સમય મર્યાદામાં ચાલુ કરવામાં આવતાં નથી. અનેક ખેતી વિષયેક જોડાણ મેળવનારા ખેડૂતોનાં ખેતરમાં TC મુકાયા છે. પણ મીટર ગોઠવવામાં આવ્યા નથી.આમ વીજ ગ્રાહકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે.આ પ્રશ્ને ગ્રાહકોએ આવેદનપત્રો પણ આપ્યા છે.છતાં વહીવટમાં કોઈ સુધારો ન થતાં આખરે માંગરોળ DGVCL કચેરીના નાયબ ઈજનેર એન આર ચૌધરીની DGVCL ની બારડોલી સબડીવીઝન કચેરી ખાતે બદલી કરવામાં આવી છે. એમની જગ્યાએ બારડોલી DGVCL કચેરી ખાતે ફરજ બજાવતાં એન એચ ચૌધરીની માંગરોળ ખાતે બદલી કરવામાં આવી છે.