લોકોને લોભ લાલચ આપી છેતરપિંડી કરનાર આંતરરાજ્ય વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ કાઇમ બ્રાંચ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  શ્રીમતિ સુજાતા મજમુદાર સાહેબ શ્રી પોલીસ અધિક્ષક જી.તાપીએ હાલમાં નોવેલ કોરોના વાયરસ COVID 19 સંક્રમણ ન ફેલાય તે માટે કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા અનલોક જાહેર કરવામાં આવેલ હોય જે અન્વયે તાપી જીલ્લાના નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને આજરોજ શ્રી ડી.એસ. લાડ ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી. તાપી તેમની ઓફીસે  હાજર હતાં તે વખતે શ્રી ડી.એસ. લાડ ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટરને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મોજે વ્યારા તળાવ કિનારે આવેલ રોયલ લક્ઝરીયામાં આવેલ એ – બિલ્ડીંગમાં આવેલ દુકાન નંબર – ૧૦-૧૧માં સાઉથ ઇન્ડીયન ટી રાજેન્દ્રન નામનો ઇસમે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવાના ઇરાદાથી કમલી ટ્રેડસ (ઓર્ડર સપ્લાયર્સ) નામની દુકાન ચાલુ કરેલ છે. જે દુકનમાં તમામ પ્રકારની ઘર વખરી વસ્તુઓ જેવી કે સ્ટીનલેશ સ્ટીલ તથા એલ્યુમિનિયમનાં વાસણો, મીક્ષર, પંખાઓ, કુલર્સ, અલમારી, સોફાસેટ, ડ્રેસિંગટેબલ, ડાયનિંગ ટેબલ, રોયલ ડબલ બેડ, LED TV, રેડીટર, વોશિંગ મશીન તેમજ દરેક કંમ્પનીના મોબાઇલ તથા વિગેરે વસ્તુઓ મેગા ડીસ્કાઉન્ટ ઓફર ૧૦ ટકા થી ૪૦ ટકા ડીસ્કાઉન્ટ ઓફર મર્યાદિત સમય અને મર્યાદિત ગ્રાહકો માટે છે. તેવા પેમ્પલેટ છપાવીને વ્યારા ટાઉન વિસ્તારમાં વહેંચણી કરે છે. જે ટી રાજેન્દ્રએ અગાઉ પણ રાજસ્થાનનાં અનુપગઢમાં આહારા ટ્રેડસ નામની દુકાન ખોલેલ જ્યાં પણ આ રીતે તમામ પ્રકારની ઘરવખરી વસ્તુઓ પર ૪૫ ટકાની લોભામણી ડીસ્કાઉન્ટ ઓફર શરૂ કરી ગ્રાહકોનો વિશ્વાસમાં લઇ તેમની પાસેથી પૈસા પડાવી લઇ છેતરપિંડી કરી દુકાન બંધ કરી ત્યાંથી વતન આવતાં રહેલ જેથી તેના વિરૂધ્ધ રાજસ્થાનનાં અનુપગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે. તેવી ચોક્કસ અને પાકી બાતમી મળતા શ્રી ડી.એસ. લાડ ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટરએ જાતે રાજસ્થાનનાં અનુપગઢ પોલીસ સ્ટેશનમાં ખરાઇ કરતાં ટી રાજેન્દ્રનનાં વિરૂધ્ધમાં રાજસ્થાનનાં અનુપગઢ પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુના રજીસ્ટર નંબર ૦૦૩/૨૦૨૦ ઇન્ડીયન પિનલ કોડ ૪૦૬, ૪૨૦ મુજબનો ગુનો દાખલ થયેલ હોવાની હકીકત મળતાં બે પંચોનાં માણસો તથા એલ.સી.બી. સ્ટાફનાં એ.એસ.આઈ. ગણપતસિંહ રૂપસિંહ તથા અ.હે.કો. લેબજીભાઇ પરબતજી તથા અ.હે.કો.અનિલભાઇ રામચંદ્ર તથા અ.પો.કો. વિનોદભાઈ પ્રતાપભાઇ તથા અ.પો.કો. કલ્પેશભાઇ કાંતિલાલને બોલાવી તેમજ બે પંચોને બોલાવી પંચો તથા પોલીસ સ્ટાફને બાતમી હકીકતથી વાકેફ કરી બાતમીવાળી હકીકત વાળી જગ્યાએ આવતાં કમલી ટ્રેડર્સ (ઓર્ડર સપ્લાયર્સ) નામનું બોર્ડ દુકાન પર મારેલ હોય જે દુકાનના કાઉન્ટર પર એક ઇસમ બેઠો હોય અને તેનાં કાઉન્ટર ઉપર કુમલી ટ્રેડર્સ ઓર્ડર સપ્લાયર્સ, મેગા ડીસકાઉન્ટ ઓફર ૧૦ ટકા થી ૪૦ ટકા ડીસ્કાઉન્ટ ઓફર મર્યાદિત સમય અને મર્યાદિત ગ્રાહકો માટે છે. તેવા પેમ્પલેટ તથા બિલબુક પણ મળી આવેલ જેથી તેને કોર્ડન કરી સોશયલ ડીસ્ટન્સ હેઠળ ઉભા રાખવામાં આવેલ અને સાથેના પંચો રૂબરૂમાં તેનું નામ ઠામ પુછતાં તેણે પોતાનું નામ ટી રાજેન્દ્રન ટૅગવેલ શેટીયા ઉ.વ .50 ધંધો – વેપાર હાલ રહે. ફ્લેટ નં.૧૦૩ વિપુલપા, અરીહંત ઓરા ઢોડીયાવાડ વિશાલભાઇ ઇશ્વરલાલ બુધેલા ( કોન્ટ્રક્ટર ) ના મકાનમાં તા. વ્યારા જી.તાપી મુળ રહે.જનું પેરાવ્યુવેલી, ૫ – કામરાજ્ય સ્ટ્રીટ તા.જુનું પરાવ્યુવેલી જી.તંજાવુર ( તામિલનાડુ ) નો હોવાનું જણાવેલ જેથી આ ઇસમને રાજસ્થાનનાં અનુપગઢ પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુના રજીસ્ટર નંબર -૦૦3 / ૨૦૨૦ ઇન્ડીયન પિનલ કોડ ૪૦૬, ૪૨૦ મુજબનાં ગુના બાબતે પૂછતાં તેણે ગુનાની કબુલાત કરેલ હોય અને હાલમાં કોરોના મહામારી અનુસંધાને નામદાર હાઇકોર્ટની ગાઈડ લાઈન મુજબ આરોપીની મેડીકલ તપાસણી કરાવી સી.આર.પી.સી. કલમ ૪૧ ( ૧ ) આઈ મુજબ અટક કરવાની કાર્યવાહી કરવાની હોય જેથી મેડીકલની કાર્યવાહી માટેની તજવીજ કરેલ છે, આમ ઉપરોકત ગુનાના કામે શ્રી ડી.એસ. લાડ ઇન્યાજ પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી. તાપી તથા તેમની ટીમને રાજસ્થાનના અનુપગઢ પોલીસ સ્ટેશનનો આંતરરાજ્યનો વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *