ઝંખવાવ ITI ખાતે દીપ ટ્રસ્ટ દ્વારા કૌશલ્ય પ્રયોગશાળા અને આધુનિક લાઈબ્રેરી ખુલ્લી મુકતા વનમંત્રી ગણપતસિંહ વસાવા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે સરકારી ITI કાર્યરત છે. આ ITI માં અનેક ટ્રેડો ચાલે છે. સાથે જ આસપાસના વિસ્તારમાં આવેલાં અને બહુજન આદિવાસી વસ્તી ધરાવતાં ગામોનાં વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં આ ITIનો લાભ લઇ પગભર થઈ રહ્યા છે. ત્યારે માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામે કાર્યરત GIPCL કંપની રચિત દીપટ્રસ્ટ દ્વારા CSR યોજના હેઠળ 22 લાખ રૂપિયાનાં ખર્ચે માહિતી અને સંચાર પ્રોધોગિકીયુક્ત કૌશલ્ય પ્રયોગશાળા અને 3 લાખ રૂપિયાનાં ખર્ચે આધુનિક લાઈબ્રેરી ઉભી કરવામાં આવી છે. જેનું લોકાર્પણ આ વિસ્તારનાં ધારાસભ્ય અને વનમંત્રી ગણપતસિંહ વસાવના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. ટકતીનું અનાવરણ અને રીબીન કાપી આ સુવિધા અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં દિપકભાઈ વસાવા, જગદીશભાઈ ગામીત, મુકેશભાઈ ચૌહાણ, ઉમેદભાઈ ચૌધરી, દીપ ટ્રસ્ટનાં CEO એન. આર. પરમાર, એન. પી. વઘાસિયાં, એન.એચ. પરીખ તથા દીપની ટીમ હાજર રહી હતી.ઝંખવાવ ITI નાં પ્રિન્સિપાલ રેખાબેન ચૌધરી, ITI નો સ્ટાફ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.