સુરત શહેરમાં ૧૫૦ ઇકો ફ્રેન્ડલી ઈલેકટ્રીક બસ સેવા શરૂ થશે
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : અનલોકના અમલ બાદ સુરતનો વાહનવ્યવહાર ધમધમતો થયો છે. પર્યાવરણ બચાવવા માટે સુરત SMC આગામી દિવસોમાં ઇકોફેન્ડલી ઇલેક્ટ્રિક બસ દોડાવવાનું શરૂ કરશે. કેન્દ્ર સરકારની યોજના હેઠળ સુરત મહાનગરપાલિકાએ ૧૫૦ ઈલેક્ટ્રીક બસની ખરીદી કરી છે. સુરતને પ્રદુષણમુકત અને પર્યાવરણની જાળવણીના નિર્ધાર સાથે મહત્વનું કદમ લેવાયું છે મેયર ડો.જગદીશ પટેલ, કમિશનર શ્રી બંછાનિધિ પાની સહિતના પદાધિકારીઓએ ઇલેક્ટ્રિક બસમાં મુસાફરી કરી ટ્રાયલ લેવામાં આવી હતી. ૫૦ જેટલા ચાર્જીંગ સ્ટેશનો ઉભા કરવા માટે માટે પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા SMC ને પ્રત્યેક બસ દીઠ ૪૫ લાખની સબસિડી આપવામાં આવશે.