ડાંગ : રાનપાડા ગામની પ્રસૂતાને 108 ના કર્મચારી દ્વારા એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : તા. ૨૨/૮/૨૦ ના રોજ રાત્રે 2 :52 વાગ્યે સાપુતારાના ભાડા ગામના નિવાસી સુરેખાબેન એસ બાબુલ ને સગર્ભાવસ્થામાં ડિલિવરીનો દુ:ખાવો ઉપાડતાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા માટે કોલ કરવામાં આવેલ હતો. નજીક માં આવેલ સાપુતારા લોકેશનની ૧૦૮ એમ્બ્યુલન્સ કોલ મળતા જ ફરજ ઉપરના ઈ.એમ.ટી. મિથુન પવાર અને પાયલોટ મંગેશ દેશમુખ તાત્કાલિક રાનપાડા ગામે પહોંચી ગયા હતા. અને સુરેખાબેન ને એમ્બ્યુલન્સ માં લઇને હોસ્પિટલ લઈ જવા નીકળી ગયા હતા. પરંતુ રસ્તામાં જ દુ:ખાવો બધી જતાં એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરવાની જરૂરિયાત ઉભી થઇ હતી. પરંતુ ઈ.એમ.ટી. મિથુન પવારએ અમદાવાદ કોલ સ્ટેશના નિષ્ણાત ડોક્ટરની સલાહ મુજબ સુરેખાબેનની સફળતા પુર્વક પ્રસુતિ કરી અને બે બાળકને જન્મ આપ્યો હતો. માતા અને નવજાત બૈબીને વધુ સારવાર માટે જનરલ સિવીલ હોસ્પિટલ માં આહવા ખાતે દાખલ કરવામાં આવે છે. ૧૦૮ એમ્બ્યુલન્સ માં જ સ્ટાફ દ્વારા સમય સુચકતા વાપરી મહિલાની પ્રસુતિમાં આવતા હોસ્પિટલ સ્ટાફ અને દર્દીના સગા ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ નો આભાર વ્યક્ત કરેલ હતો.
હાલની કપરી પરિસ્થિતિમાં પણ ડાંગ જિલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ પ્રોગ્રામ મેનેજર દિનેશ ઉપાધ્યાય અને ઈ.એમ.ઈ. સંજય વાધમાયર્યાના માગૅદશૅન હેઠળ સતત કામગીરી બજાવી લોકોની સેવામાં કાયૅશીલ .