ડાંગ 173 વિધાનસભાની ખાલી પડેલ બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપની ઝાંઝાવાતી તૈયારી : કોંગ્રેસી છાવણીમાં સન્નાટો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં કોંગી ધારાસભ્યએ રાજીનામું ધરી દીધા બાદ ખાલી પડેલ 173 ડાંગ વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષો એ ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા ગુપ્ત રાખી છે, તેવામાં ભાજપ મોવડી મંડળ દ્વારા સમગ્ર ડાંગ જિલ્લામાં કાર્યકરો ,પદાધિકારીઓ, સહિત ધાર્મિક,સામાજિક આગેવાનો સાથે બેઠકોનો દોર શરૂ કરી દીધું છે. ડાંગ જિલ્લા સંઘઠન વિસ્તારક અશોકભાઈ ધોરજીયા, જીગરભાઈ દેસાઈ સહિત ડાંગ ભાજપા પ્રમુખ બાબુરાવ ચૌર્યા દરેક તાલુકાના બુથ લેવલ થી તાલુકા જિલ્લાના સીટ લેવલ સુધી મતદાન ની સમીક્ષાઓ, ત્રુટીઓ, તેમજ મતદારોની અપેક્ષાઓ વગેરે બાબતોમાં ઝીણવટભરી ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજ્યની ભાજપા સરકારે ગામડાં ગામમાં પાકા રસ્તા,પીવાનું ઘરેઘર નળ કનેકશન, વીજળી, આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.તેમજ કેન્દ્રની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ ,લોકહિત માટે ઉજ્જવલા ગેસ, વિધવા સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત અનેક યોજનાઓનો લાભ મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પાસે ચૂંટણી માટે કોઈ મુદ્દો ન હોય ભાજપ પેટા ચૂંટણીમાં કોઈ કચાસ રાખવા માંગતી ન હોવાનું તેમનું સમગ્ર જિલ્લામાં પ્રચારના ગતિવિધિ થી જણાય રહ્યું છે. કોંગ્રેસનો ગઢ ગણાતા સુબિર તાલુકાના અંતરીયાળ વિસ્તારોમાં ભાજપી તરફી વલણ ઉભો કરવા સંગઠન વિસ્તારક અશોકભાઇ ધોરજીયા સહિત નેતાઓ ભારે મહેનત કરી રહ્યા છે. ત્યારે પેટા ચૂંટણીમાં બન્ને રાજકીય પક્ષો કેવા ઉમેદવાર મેદાને ઉતારે છે, તેના તરફ જનતા જનાર્દનનો મદાર વર્તાઈ રહ્યો છે.