માંગરોળ તાલુકામાંથી પસાર થતાં હાઇવે 48 પર પીપોદરા ગામે થયેલો અકસ્માત
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 ઉપર પીપોદરા ગામે એક ઇકો કાર ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો.જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ ઇકો કારને વ્યાપક નુકશાન થવા પામ્યું છે.આ અકસ્માત ખરાબ માર્ગને થયો હોવાનું જાણવા મળ્યું છે. કેમ કે સતત પડી રહેલાં વરસાદને પગલે માર્ગોની હાલત ખુબજ ખરાબ થઈ જવા પામી છે.આ માર્ગની નિભાવણી કરવાની જવાબદારી IRB ની હોય છે. માર્ગ ઉપર ટોલનાકા ઉભા કરી વાહનો પાસેથી સારો એવો રોડ ટેક્ષ IRB ઉઘરાવે છે.છતાં માર્ગનું નિયમિત રીપેરીંગ કામ ન થવાથી માર્ગ ઉપર નાના-મોટા ગાબડા ઓ પડી રહ્યા છે.જેનો ભોગ વાહન ચાલકો બની રહ્યા છે.