જૂન માસમાં વાંકલ ગામેથી કાંકરીયાનો યુવક સગીરાને ભગાડી ગયો હતો : આ બન્નેને ઝંખવાવ ખાતેથી ઝડપી પાડતી જિલ્લા SOG ટીમ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ગત જૂન-2020 માં માંગરોળ તાલુકાનાં વાંકલ ગામેથી કાંકરીયા ગામનો યુવક એક સગીરાને ભગાડી ગયો હતો.આ બન્નેને આજે સુરત જિલ્લા SOG ટીમે,ઝંખવાવ ખાતેથી ઝડપી પાડયા છે.
આ અંગેની FIR તે સમયે માંગરોળ પોલીસ મથકે વાકલના દેવેન્દ્રભાઈ નરોત્તમભાઈ શાહએ દાખલ કરી હતી,આમોદ તાલુકાનાં કાંકરીયા ગામનો યુવક નામે કૃણાલ સુરેશભાઈ વસાવા સગીરાને લગ્નની લાલચ આપી વાંકલ ગામેથી ભગાડી ગયો હતો. હાલમાં બાળકો શોધવા અંગેની સ્પેશ્યલ દ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું છે.જેથી જિલ્લા SOG ટીમે આ આરોપીને શોધી કાઢવા માટે ઇન્ટેલીજન્સ દ્વારા તથા મોબાઈલ એનાલીસીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.જે દરમિયાન આજ રોજ SOG નાં દીપેશભાઈ હસમુખભાઈ અને આશીફખાન પઠાણનાં ઓને બાતમી મળી કે ઉપરોકત આરોપી અને સગીરા માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ત્રણ રસ્તા બજારમાં છે એ આધારે SOG ટીમે આ બન્નેને ઝડપી પાડી,માંગરોળ પોલીસને આગળની તપાસ માટે સોપી દેવામાં આવ્યા છે.આ કામગીરી SOG નાં PI કે.જે.ધદૂક,દીપેશભાઈ, આશિફ્ખાન પઠાણ,રણછોડ કાબા,જગદીશભાઈ, વુમેન પો.કો.જાસલબા રણવીરસિંહ નાઓએ કરી હતી.