સુરત સહિત દક્ષિણ ગુજરાતની 200 જેટલી કંપનીઓ બોગ્સ બિલિગમાં સંડોવણી : કંપનીઓનું લિસ્ટ GST કમિશનરને સુપ્રત કરાયું
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત સહિત દક્ષિણ ગુજરાતની 200 જેટલી કંપનીઓએ GST નંબર લીધા બાદ ટેક્ષ ન ભરતાં આ કંપનીઓ શકાના દાયરામાં આવી છે. GST વિભાગનાં અધિકારીઓએ ડેટા એનાલિસિસ કરતાં આ કૌભાંડ બહાર આવવા પામ્યું છે. આ કંપનીઓએ એક્સપોર્ટનું લાઇસન્સ લીધા બાદ એકપણ રૂપિયાનો માલ વિદેશમાં મોકલીયો નથી. આ કંપનીઓ માત્ર કાગળ ઉપરજ બીલો બનાવી વેપલો કરતાં હોવાનું બહાર આવ્યું છે. આમ આ કંપનીઓએ સરકારને બોગ્સ બિલિગ પ્રશ્ને ચૂનો ચોપડ્યો છે. આ કંપનીઓની યાદી GST કમીશનરને સુપ્રત કરવામાં આવી છે. હવે આગામી સમયમાં CGST, GGST, DGGI ની ટીમો સંયુક્ત રીતે કાર્યવાહી શરૂ કરશે એમ જાણવા મળ્યું છે.