ઉકાઈ ડેમમાંથી 1.90 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ : તંત્ર એલર્ટ
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી સતત વરસાદ પડવાથી તથા ઉપરવાસમાં પણ વધુ વરસાદ પડતાં, ડેમમાં પાણીની આવક 1,23,428 ક્યુસેક છે.જેને લીધે આજે સવારે 10 વાગ્યાથી 1.90 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની સપાટી 333.95 ફૂટ પર પોહચી છે, જ્યારે રૂલ લેવલ 335 ફૂટ છૅ. જેને પગલે તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. જ્યારે સુરતનાં જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલે તાપી કિનારે રહેતાં લોકોને તંત્ર જ્યારે કહે ત્યારે સલામત સ્થળે સ્થળાંતર કરી લેવા અને આ પ્રશ્ને તંત્રને સહકાર આપવા જણાવ્યું છે.