માંગરોળ તાલુકાનાં વન વિસ્તારોનાં માર્ગો જર્જરીત : આવેદનપત્ર અપાયું

Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં જે માર્ગો વનવિસ્તારમાંથી પસાર થાય છે. એ માર્ગોની હાલત ખૂબ જ જર્જરીત થઈ જવા પામી છે. આ પ્રશ્ને આ વિસ્તારનાં માજી પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરીએ આ માર્ગોની મરામત કરવા તથા કેટલાંક માર્ગોનું નવીનીકરણ કરવાની માંગ સાથે વાંકલ વન વિભાગની કચેરી ખાતે આવેદનપત્રમાં વિગતવાર રજુઆત કરી આવેદનપત્ર આપ્યું છે. જેમાં કેટલાંક પ્રવાસન સ્થળોના માર્ગોનો પણ સમાવેશ થાય છે. વનવિભાગનાં અધિકારીઓ તાકીદે આ રજુઆતમાં જે માર્ગો દર્શાવ્યા છે. એની મરામત અને નવીનીકરણ માટે યોગ્ય કાર્યવાહી કરે.