દિલ્હીના તબલીગી જમાત કેસમાં EDની અંકલેશ્વરના રવિદ્રા ગામે રેડ
Contact News Publisher
(નઝીર પાંડોર-માંગરોળ) : દિલ્હીના મૌલાના સાદ સાથે અંકલેશ્વર તાલુકાનાં રવિદ્રા ગામના મૌલાના અબ્દુલ્લાહ ઝાંઝી સાથે નજીકનાં સંબંધોના પગલે આજે ED, IB અને પોલીસે મૌલાના અબ્દુલ્લાહ ઝાઝીનાં રવિદ્રા ખાતે તપાસ હાથ ધરી હતી. જો કે મૌલાના ઝાઝીનું થોડા સમય અગાઉ બીમારીના પગલે મોત થયું છે. જો કે ED ની ટીમે મૌલાના સાદનાં નજીક ગણાતાં. વીસેક જેટલાઓને ત્યાં રેડ કરી તપાસ હાથ ધરી છે. મોડી સાંજે પણ તપાસ ચાલુ હતી. ED ની ટીમે મૌલાના ઝાઝીનો મરણનો દાખલો પરિવારજનો પાસે માંગ્યો હતો.