તાપી : વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં છેલ્લા છ વર્ષથી વોન્ટેડ બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. તાપી 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  શ્રીમતિ સુજાતા મજમુદાર સાહેબશ્રી પોલીસ અધિક્ષક જી.તાપીએ હાલમાં નોવેલ કોરોના વાયરસ COVID 19 સંક્રમણ ન ફેલાય તે સારૂ કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોય જે અન્વયે તાપી જીલ્લાના નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને આજરોજ એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા અ.પો.કો. કલ્પેશભાઇ કાંતિલાલ તથા ડ્રા.પો.કો. અનિલભાઇ ઠગુભાઇ તથા પંચોનાં માણસો સાથે ખાનગી વાહનોમાં બેસી વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતાં તે વખતે સાથેનાં અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, વ્યારા પો.સ્ટે સેકન્ડ ગુ.ર.નં. ૮૭ / ૨૦૧૪ પશુઓ પ્રત્યેનો ઘાતકીપણા અટકાવવાનો અધિનિયમ ૧૧ DEFH તથા ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ અને ઢોર નિયંત્રણ અધિનિયમ -૨૦૦૫ મુજબના ગુનાનાં કામનાં વોન્ટેડ આરોપીઓ નામે ( ૧ ) સિરાજભાઇ નાથુભાઇ મુલતાની તથા ( ૨ ) જહાંગીરભાઇ રહીમભાઇ મુલતાની બંન્ને રહે. ઝંખવાવ મુલતાની ફળીયુ તા.માંગરોળ જી.સુરતનાઓ મોજે વ્યારા કણજા ફાટક પાસે આવેલ દાદાજી સર્કલ પાસે ઉભાં છે. જેમાં સિરાજભાઇ નાથુભાઇ મુલતાનીએ શરીરે લાલ કલરની ટી – શર્ટ તથા ભુરા કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે. અને મોઢા પર ભુરા કલરનું માસ્ક પહેરેલ છે. તથા જહાંગીરભાઇ રહીમભાઇ મુલતાનીએ ભુરા કલરની ટી – શર્ટ તથા કાળા કલરનો નાઇટ પેન્ટ પહેરેલ છે. અને મોઢા પર ભુરા કલરનું માસ્ક પહેરેલ છે. જેવી બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ જતાં બાતમી મુજબનાં વર્ણન વાળા બંન્ને ઇસમો મળી આવતા તેઓ બંન્નેને કોર્ડન કરી સોશયલ ડીસ્ટન્સ હેઠળ ઉભા રાખવામાં આવેલ અને સદર ઇસમોને વ્યારા પો.સ્ટે સેકન્ડ ગુ.ર.નં. ૮૭/૨૦૧૪ પશુઓ પ્રત્યેનો ઘાતકી પણા અટકાવવાનો અધિનિયમ ૧૧ DEFH તથા ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અને ઢોર નિયંત્રણ અધિનિયમ -૨૦૦૫ મુજબના ગુના બાબતે પુછતાં તેઓએ ગુનાની કબુલાત કરેલ હોય અને હાલમાં કોરોના મહામારી અનુસંધાને નામદાર હાઇકોર્ટની ગાઈડ લાઈન મુજબ આરોપીઓની મેડીકલ તપાસણી કરાવી અટક કરવાની કાર્યવાહી કરવાની હોય જેથી મેડીકલ કરાવવા તજવીજ કરવા તથા આગળની વધુ તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશન તરફ મોકલી આપેલ છે.

આમ ઉપરોકત ગુનાના કામે શ્રી ડી.એસ. લાડ ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી. તાપી તથા તેમની ટીમને વોન્ટેડ આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળેલ છે .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *