સુરતના હજીરા ખાતે આવેલી ITI માં વ્યવસાયલક્ષી વિવિધ ટ્રેડમાં પ્રવેશ મેળવી ઉજ્જવળ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક

ફાઈલ ફોટો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરતના ચોર્યાસી તાલુકાના હજીરા મોરા ચાર રસ્તા ખાતે આવેલી ITI માં વ્યવસાયલક્ષી વિવિધ ટ્રેડમાં પ્રવેશ મેળવી ઉજ્જવળ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક સાપડી છે. ITI ધો.8 અને ધો.10 પાસ ઉમેદવારો માટે વિવિધ કોર્ષોમાં પ્રવેશની પ્રથમ રાઉન્ડની કામગીરી ચાલી રહી છે. ધો.10 પાસ ઉમેદવારો એક વર્ષનો કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ, બે વર્ષનો ફીટરતથા મિકેનિક મોટર, એટેન્ડન્ટ ઓપરેટર, અને ઈલેક્ટ્રીશીયનના કોર્ષમાં પ્રવેશ મેળવી શકે છે. ઉપરાંત 8 પાસ ઉમેદવારો માટે એક વર્ષનો વેલ્ડર અને બે વર્ષનો વાયરમેન કોર્ષ કરીને પગભર થઈ શકે છે. જેથી ઉમેદવારોએ રૂબરૂમાં કચેરીનો સંપર્ક સાધવા હજીરા ITI ના આચાર્યશ્રી દ્વારા જણાવાયું છે.