તાપી : વ્યારાનાં વિરપુર ગામના બસ સ્ટેશન પાસે મારૂતિવાનમાં ભરેલ ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રીમતિ સુજાતા મજમુદાર સાહેબશ્રી પોલીસ અધિક્ષક જી.તાપીએ હાલમાં નોવેલ કોરોના વાયરસ COVID 19 સંક્રમણ ન ફેલાય તે સારૂ કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોય જે અન્વયે તાપી જીલ્લામાં દારૂ જુગારની પ્રવૃતિ પર અંકુશ લાવવા કડક સુચના આપેલ હોય જે અનુસંધાને ડી.એસ.લાડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાંચ તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા અ.હે.કો. લેબજીભાઇ પરબતજી તથા અ.હે.કો. ગણપતભાઇ ગોમાભાઇ તથા અ.પો.કો. કલ્પેશભાઇ કાંતિલાલ તથા બિજા પોલીસનાં માણસો સાથે પ્રોહી પેટ્રોલિંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ.અ ગણપતસિંહ રૂપસિંહને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મૌજે વિરપુર ગામના બસ સ્ટેશન પાસે સર્વિસ રોડ ઉપર ને.હા.નં. ૫૩ સોનગઢ થી સુરત તરફના ટ્રેક ઉપર એક સફેદ કલરની મારૂતી ઓમની વાન નં . GJ – 16 AA – 1320 ઉભેલ છે જેમાં ભારતીય બનાવટનો દારૂ ભરેલ હોય તથા તેનો ચાલક મારૂતિ વાન મુકી નાશી ગયેલ છે . જેના નામઠામની ખબર નથી. તેવી માહિતી મળતા બે પંચોનાં માણસો બોલાવી બાતમીવાળી જગ્યાએ જતાં ત્યાં આગળ બાતમી મુજબની વર્ણનવાળી તથા નંબર વાળી સફેદ કલરની વાન પડેલ હોય જેથી તેમાં ચેક કરતાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ બિયર, વહીસ્કી , તથા સુગંધી સંત્રાની નાની મોટી કુલ બાટલી નંગ -૧૪૧૬ જેની કુલ કિંમત રૂપિયા ૫૨,૮૦૦ / – તથા મારૂતિ ઓમની વાન નંબર- GJ – 16 – AA – 1320 કિમત રૂપિયા ૫૦,૦૦૦ / – મળી કુલ કિંમત રૂપિયા ૧,૦૨,૮૦૦ / – નો મુદામાલ મળી આવતાં ગુનાના કામે કબજે કરેલ છે. અને મારૂતિ વાન ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ વ્યારા પોલીસ સ્ટેશન તરફ કરેલ છે. આમ ઉપરોકત ગુનાના કામે શ્રી ડી.એસ. લાડ ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી. તાપી તથા તેમની ટીમને ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ જથ્થો પકડી પાડવામાં સફળતા મળેલ છે.