તાપી : વ્યારામાં ગણેશ નગર-મુસાનાં આધેડને કોરોના ભરખી ગયો : કુલ 16 દર્દીઓનાં મોત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં આજરોજ વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું છે. જેની સાથે જિલ્લામાં કુલ 16 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃૃત્યુ પામ્યા છે. જેમા વ્યારા તાલુકામાં 8 મોત, સોનગઢ તાલુકામાં 4 મોત, વાલોડ તાલુકામાં 2 મોત, ઉચ્છલ અને નિઝર તાલુકામાં 1-1 મોત થયા છે.
આજરોજ વ્યારાની કોવિડ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દર્દી ઉંમર-૭૫ વર્ષ; પુરુષ રહેવાસી – ગણેશ નગર મુસા રોડ તા.વ્યારા જિલ્લા- તાપી તા- ૧૫-૦૮-૨૦૨૦ ના રોજ દાખલ કરેલ. જેમને ન્યુમોનિયાના ચિહ્નો જણાયેલ હતા. સાથે કોવિદ-૧૯ નો રીપોર્ટ પણ પોસીટીવ હતો. જે આજ રોજ તા-૧૯-૦૮-૨૦૨૦ ના રોજ સવારે ૦૭:૧૦ વાગે અવસાન પામેલ છે. અવસાનનું મુખ્ય કારણ સદન કાર્ડિઓ રેસ્પાયરેટરિ અરેસ્ટ – એક્યુટ રેસ્પાયરેટરિ ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ સાથે સિવિયર ન્યુમોનિયા – હાયપોટેંશન-ઈલેકટ્રોલાઈટ ઈમબેલેન્સ એસોસિએટેડ કોવિડ-૧૯ ડિસીઝ હૉઈ શકે છે.