સુબીર તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરાયું
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ, ડાંગ જિલ્લામાં સ્વાતંત્ર્ય દિને તમામ તાલુકા મથકે પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના ના ઠરાવ અન્વયે રાજ્યના ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરતા અને શાળાકીય સહ અભ્યાસિક પ્રવૃત્તિ, નાવિન્યપૂર્ણ પ્રયોગો,સામાજિક યોગદાન વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રીય હોય તેમજ સમાજને ઉપયોગી બની રહે તેવા પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને પ્રોત્સાહન મળી રહે તેવા ઉમદા હેતુથી પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે.આ માટે ૧૦૦ માર્ક્સ નું મૂલ્યાંકન થાય છે.જેમાં આખા વર્ષ દરમિયાન ની શિક્ષકની હાજરી તેમના વિષય અને વર્ગની એકમ કસોટી, ગુણોત્સવ વગેરે બાબતોનું ૮૦% ભારાંક હોય છે.જે કમાન્ડ એન્ડ કંટ્રોલ ગાંધીનગર સેન્ટર દ્વારા પ્રાપ્ત થાય છે.૨૦% ભારાંક શૈક્ષણિક અને અન્ય સમાજ ઉપયોગી કાર્ય,વાર્ષિક મૂલ્યાંકન,શાળાકીય પ્રવૃત્તિ વગેરેનું છે.આ યોજનામાં પસંદગી માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,બી.આર.સી કૉ-ઓર્ડીનેટર શ્રી,સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી ની પસંદગી સમિતિ હોય છે.આ અંતર્ગત સુબીર તાલુકા ના ૧૦ શિક્ષકો પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદ થયા છે જેમાં અનુપમાબેન જી પરમાર(નકટયાહનવત પ્રા.શાળા), (સુકનભાઈ ભોયે પટેલ પાડા-સુબીર ), (શૈલેષભાઈ પટેલ, ઝરણ શાળા)( સુનિતા બેન પીપલાઇદેવી વર્ગ), (રાજેશભાઈ આર. ટંડેલ જામનસોનઢા શાળા), (જીગીશાબેન સોલંકી – મહાલ), (જીગ્નેશભાઈ પટેલ કરંજડા) (રમેશભાઈ સી. સૂર્યવંશી વાહુટીયા પ્રાથમિક શાળા), (કૃતિકાબેન આર. ટંડેલ, હનવતપાડા પ્રાથમિક શાળા),( સ્વપ્નિલભાઈ પટેલ નિશાણા) આ તમામ પ્રતિભાશાળી શિક્ષકો ને પોતાના ક્ષેત્ર માં ઉમદા કાર્ય કરવા બદલ સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી,બી.આર.સી કૉ ઓર્ડીનેટર શ્રી, સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી અને સુબીર તાલુકા ના પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખશ્રી શામજીભાઇ પવાર અને મહામંત્રીશ્રી જયરાજ પરમાર દ્વારા ખુબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.અને સુબીર તાલુકા ના તમામ શિક્ષકો સુંદર કાર્ય કરી રહ્યા છે.જે તમામ કામગીરી ને ધ્યાન માં લેતા ખ્યાલ આવે છે.જેથી તમામ શિક્ષકો ને અભિનંદન આપી ઉત્સાહ વધાર્યો હતો.