શ્યામ ડિમલેન્ડ સોસાયટી દ્વારા વૃક્ષારોપણ અને માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): શ્યામ ડિમલેન્ડ સોસાયટી દ્વારા વૃક્ષા રોપણ અને માસ્ક વિતરણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે શ્રી બી. બી. વહોનિયા, અધિક નિવાસી કલેકટરશ્રી – તાપી ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાયક્રમ તારીખ ૧૫-૦૮-૨૦૨૦નાં રોજ સવારે ૧૦.૩૦ કલાકે કોમ્યુનિટી હોલ , શ્યામ ડ્રિમલેન્ડ સોસાયટી , કાનપુરા , મુસા રોડ , વ્યારા ખાતે યોજાય હતો. કાર્યક્રમ શ્રી બી . બી . વહોનિયા, અધિક નિવાસી કલેક્ટરશ્રીનાં વરદહસ્તે દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યકમાં શ્રી બી. બી. વહોનિયા સાહેબે કોરોના સંકમિતતી બચવા અને વૃક્ષોનું આપણા જીવનમાં, પર્યાવરણમાં શું મહત્વ છે એની માહિતી આપી હતી. ત્યાર બાદ શયામ ડિમલેન્ડ સોસાયટી રહેતાં કોરીના વોરીયર્સ ડૉકટર, નર્સ અને પોલીસ કર્મીઓનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ શ્રી બી. બી. વહોનિયા સાહેબનાં વરદ હસ્તે ફળાઉ તેમજ મેડિસીન  રોપાઓનું રોપણ સોસાયટીનાં પાર્ટી પ્લોટની બાઉન્ડ્રીમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને શ્રી યોગેશભાઈ પટેલ, તાપી જિલ્લા સંક્લનકારશ્રી – ‘ ગીર ’ ફાઉન્ડેશન – ગાંધીનગર, બિલ્ડર શ્રી હસમુખભાઈ ઠાકરાણી, શ્રી અજયભાઈ બોરસ, શ્રી ભરતભાઈ માવાણી, શ્રી હિરેનભાઈ ઘારીયા, શ્રી નયનભાઈ પંચોલી, શ્રી ભીખુભાઈ રાઠોડ તથા સોસાયટી કમિટી સભ્યોએ સફળ બનાવ્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other