માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામે ખેતરમાંથી જે મહિલાની લાશ મળી હતી એની હત્યા કરવામાં આવી હોવાનું પી.એમ. રીપોર્ટમાં જણાવાયું

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામેથી મહેબૂબ ઉસ્માન આંધીનાં ખેતરમાંથી એજ ગામની ૫૪ વર્ષીય પ્રેમીબેન રમેશ વસાવાની લાશ ગત તારીખ ૧૪મી ઓગસ્ટનાં રોજ મળી આવી હતી. આ પ્રશ્ને સુરેશ વસાવાએ માંગરોળ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસ ઘટનાં સ્થળે પોહચી ગઈ હતી અને લાશનો કબજો મેળવી, લાશનું પી.એમ. સુરતની નવી સીવીલ હોસ્પિટલની ફોરેન્સિક વિભાગનાં ડોક્ટરોની ટીમ મારફતે કરાવી લાશનો કબજો મરનારના પરિવારજનોને આપવામાં આવ્યો હતો, ત્યારબાદ પી.એમ. રિપોર્ટ આવતાં એમાં આ મહિલાનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતાં માંગરોળ પોલીસે ખૂનની FIR દાખલ કરી વધુ તપાસ PSI પરેશ એચ. નાયી ચલાવી રહ્યા છે. તારીખ ૧૪ નાં આ મહિલાને આજ ગામનો મહમદ ફેઝાન મુસા પટેલ પોતાની મોટરસાયકલ ઉપર બેસાડીને આ મહિલાને મજૂરી કામ માટે લઈ ગયો હતો, બોપોરે ત્રણ વાગે મહમદ ફેઝાન મુસા પટેલ મહિલાનાં ઘરે જઈ કહી આવ્યો કે મારનાર પ્રૅમીબેન અમારા ખેતરે બળદ લેવા ગઈ હતી જે હજુ સુધી પરત આવી નથી.જેથી મહિલાનાં પરિવારજનો અન્ય સંબંધીઓ સાથે ખેતરોમાં પ્રેમિબેનને શોધવા નીકળ્યાં હતા.તે દરમિયાન આજ ગામનાં મહેબૂબ ઉસ્માન આંધીનાં ખેતરમાંથી આ મહિલાની લાશ મળી આવી હતી. હત્યા કોણે કર્યું છે એની તપાસ માંગરોળ પોલીસ કરી રહી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other