સને-૨૦૦૭માં તાલુકા મથક માંગરોળ ખાતે RTOનો કેમ્પ બંધ થયો હતો, તે આજે ૧૩ વર્ષ બાદ શરૂ કરવામાં આવ્યો : પ્રજાજનોમા આનંદની લહેર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ):  તાલુકા મથક માંગરોળ ખાતે અગાઉ દર મહિને એકવાર RTO કેમ્પ યોજવામાં આવતો હતો.જે સને ૨૦૦૭ માં એકા એક બંધ કરી દેવામાં આવ્યો હતો.
આ કેમ્પ બંધ થતાં માંગરોળ અને ઉમરપાડા તાલુકાની પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. કેમકે આ વિસ્તારની પ્રજાએ છેક ૬૦ કીલોમીટર દૂર આવેલા બારડોલી સુધી લંબાવવાનો વારો આવ્યો હતો. પરંતુ હાલમાં કોરોનાંની મહામારીને ધ્યાનમાં લઈ તથા બારડોલી RTO કચેરી ખાતે વધતી જતી ભીડને પગલે તથા પ્રજાજનોને પડતી અગવડતાને પગલે બારડોલી RTO કચેરીના અધિકારી મહેશભાઈ બગાલે જણાવ્યા મુજબ આ પ્રશ્ને ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ આજે તારીખ ૧૭ મી ઓગસ્ટના રોજ સોમવારે તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ સરકારી રેસ્ટ હાઉસ ખાતે આ RTO કેમ્પ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આજે અનેક વાહનો જોવા મળ્યા હતા. પ્રજાજનોએ માંગ કરી છે કે હવે દર મહીને માંગરોળ ખાતે RTO કેમ્પ યોજવામાં આવે સાથે જ આ કેમ્પમાં નંબર પ્લેટ ફીટીંગની કામગીરી પણ કરવામાં આવે એવી માંગ કરાઈ છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other