વાલોડ તાલુકાના વેડછી ગામની ડેરી પાસે મોટી દુર્ધટના ટળી
(રાકેશ ચૌધરી દ્વારા, વેડછી) : બારડોલી થી ખાનપુર હાઇવે નંબર પર વાલોડ તાલુકાના વેડછી ગામ દૂધ ઉત્પાદક મંડળી વેડછી જે હાઇવે ની બિલકુલ બાજું માં જ છે આ હાઇવે પર સ્પીડ થી બાઈક કાર હેવી ટ્રકો પણ પસાર થાય છે અહીં રોડ ની બાજું માં જ દુધમંડળી હોવાથી સવાર સાંજ પશુપાલકો ની ભીડ રહે છે ત્યારે આ હાઇવે પર થી પસાર થતા વાહનચાલકો ને લઈને અહીં અકસ્માત ના ઘણા બનાવો બન્યા છે છતાં પણ દૂધ ઉત્પાદક મંડળી વેડછી ના પ્રમુખ કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ પણ સાવચેતી ના પગલાં લેવામાં આવ્યા નથી જેનો ભોગ સામાન્ય પશુપાલકો દુધ ભરવા આવે છે એઓ નો લેવાય છે અહીં ઝીબ્રા પટ્ટા અને બંપ બનાવવા આવે તો અકસ્માત નો બનાવ નહીં બને અને દુધમંડળી પર આવતા પશુપાલકો માથી ડર નો ગભરાહટ દુર થશે આવા વારંવાર નાનાં મોટાં અકસ્માત ને લઈને લોકો ડરી રહયા છે હાલ વરસાદી વાતાવરણ હોવાથી અકસ્માતો વધશે એવો ડર લોકો ને થઈ રહ્યો છે આ દુધમંડળી ને ધ્યાને રાખીને માર્ગ અને મકાન વિભાગ વાલોડ પંચાયત કંઈ સગવડ કરે છે કે એ જોવું રહ્યું.