ભારે વરસાદને પગલે આજે બપોરબાદ ઉકાઈ ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત શહેર-જિલ્લામાં તથા ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ખાડીઓ છલકાઈ જતાં બોપોરબાદ ઉકાઈ ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેને પગલે સુરત શહેરના નીચા વિસ્તારોમાં પાણી ભરાવવાની શકયતા ઉભી થવા પામી છે. મનપાએ આ વિસ્તારના લોકોને તકેદારી રાખવા અપીલ કરી છે.જ્યારે મીઠીખાડી, કાકરાખાડી, ભેદવાડ ખાડી, ભાથેનાં ખાડી, અને સીમાડા ખાડી ઓવરફ્લો થઇ ગઇ છે. આ ખાડીઓના આસપાસના વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ નજરે પડી રહી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *