ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ સીઆર પાટીલ ગુરુવારે ડાંગની મુલાકાતે આવતા જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ, પીમ્પરી, આહવા ખાતે દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વિધાનસભા ચૂંટણીનો પડઘમ વચ્ચ ભાજપા મોવડી મંડળે ડાંગ જિલ્લામાં બેઠકોનો દોર સાથે વિકાસકીય કામોના ખાતમુહર્ત સાથે રાજ્ય અને કેબિનેટ કક્ષાના મંત્રીઓની કાર્યકર સહિત બુથ લેવલે બેઠકો યોજી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવવા કવાયત હાથ ધરી છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું વઘઇ માં સ્થાનિક વેપારીઓ,વિવિધ સમાજના સાધુ સંતો ,આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીમ્પરી અને આહવામાં પણ પ્રવેશદ્વાર પર સ્થાનિક વેપારી મંડળ, કાર્યકરો, મહિલા મોરચા,સહિત પદાધિકારીઓ એ ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક વેપારીઓએ મરાઠા ઢોલ નગારાં ની રમઝટ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યુ હતું કે ભાજપ પાર્ટી દ્વારા ડાંગ ના ગરીબ આદિવાસીઓ ની ખેવના પુરી કરી છે. જંગલ જમીન હોય કે અંતરિયાળ વિસ્તારના વિકાશનો મુદ્દો હોય ભાજપે પૂર્ણ કર્યું છે. ડાંગને ડિજીટલ યુગ સાથે જોડવાની કામગીરી પણ હાલ પ્રગતિ હેઠળ છે. આ વખતે ડાંગમાં કમળનું ફૂલ ખીલે તે માટે ઉપસ્થિત લોકોને આહવાન કર્યું હતું. ત્યારબાદ ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે ભાજપના વિવિધ સંગઠનોના બેઠકોનો દોર જારી રહ્યો હતો. પ્રદેશ પ્રમુખ સાથે ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, દક્ષિણ ઝોનના પ્રભારી ભરતસિંહ પરમાર, કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા, સંસદ કે.સી. પટેલ, ચૂંટણી ઇન્ચાર્જ પૂર્ણશભાઈ મોદી,સંગઠન જિલ્લા પ્રભારી કરશનભાઇ પટેલ, ભાજપ પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા, માજી ધારાસભ્ય વિજયભાઈ પટેલ, આહવા સરપંચ હરિરામભાઈ સાવંત, રાજેશ ગામીત, અશોકભાઈ ધોરજીયા,સહિત તાલુકા જિલ્લાના પદાધિકારીઓ, મહિલા મોરચા સહિત વિવિધ સંગઠનોના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં