સને-૨૦૦૭ માં તાલુકા મથક માંગરોળ ખાતે RTOનો કેમ્પ બંધ થયો હતો : હવે ૧૩ વર્ષબાદ આગામી તારીખ ૧૭મી ઓગસ્ટનાં માંગરોળ ખાતે RTO કેમ્પનું આયોજન
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે અગાઉ દર મહિને એકવાર RTO કેમ્પ યોજવામાં આવતો હતો.જે સને ૨૦૦૭ માં એકા એક બંધ કરી દેવામાં આવ્યો હતો. આ કેમ્પ બંધ થતાં માંગરોળ અને ઉમરપાડા તાલુકાની પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. કેમકે આ વિસ્તારની પ્રજાએ છેક ૬૦ કીલોમીટર દૂર આવેલા બારડોલી સુધી લબાવવાનો વારો આવ્યો હતો.પરંતુ હાલમાં કોરોનાંની મહામારીને ધ્યાનમાં લઈ તથા બારડોલી RTO કચેરી ખાતે વધતી જતી ભીડને પગલે તથા પ્રજાજનોને પડતી અગવડતાને પગલે બારડોલી RTO કચેરીના અધિકારી મહેશભાઈ બગાલે જણાવ્યું કે આ પ્રશ્ને ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ આગામી તારીખ ૧૭ મી ઓગસ્ટ ના રોજ સોમવારે તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ સરકારી રેસ્ટ હાઉસ ખાતે આ RTO કેમ્પ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જુનાં વાહનોનું ફિટનેસ તથા પારસિંગ જેવી કામગીરી કરવામાં આવશે. આસપાસના ગામોની પ્રજાને આ કેમ્પનો લાભ લેવા જણાવાયું છે.